• Gujarati News
  • એકસપ્રેસ હાઇવેની ફેરફાર નોંધનો વિરોધ

એકસપ્રેસ હાઇવેની ફેરફાર નોંધનો વિરોધ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી તાલુકાના ખેડૂતો દ્વારા બુધવારના રોજ સુચિત વડોદરા-મુંબઈ એકસપ્રેસ હાઇવેના નિમૉણ માટે સક્ષમ અધિકારી દ્વારા જાહેરનામાના આધારે ખેડૂત ખાતેદારોની જાણ બહાર પાડવામાં આવેલી ફેરફાર નોંધ ગેરકાયદેસરની હોવાનું જણાવી આ ફેરફાર નોંધ રદ કરવાની માગ ચીખલી મામલતદાર સમક્ષ લેખિત વાંધાઓ દ્વારા કરાઈ છે.
ખેડુતોએ જાહેરનામા બાદ વાંધાઓ રજૂ કર્યા હોવા છતાં તે બાબતને ધ્યાને ન લઈ ખેડૂતોને સાંભળ્યા વિના જ ખેડૂતોને અંધારામાં રાખી ૧૩૫-ડીની નોટિસ બજાવવા જેવી કાર્યવાહી કર્યા વિના જ ખેડૂતોની જમીનોના બ્લોકમાં ફેરફાર નોંધ પાડી દેવાતા ખેડૂતોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. જેના પગલે આવનાર દિવસમાં કંઇક નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
સુચિત વડોદરા-મુંબઈ એકસપ્રેસ હાઇવેના જાહેરનામાનો જ ઉગ્ર વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. ગામેગામ ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. એકસપ્રેસ હાઈવેના નિમૉણથી કેટલાક ખેડૂતોના ઘર-જમીન વહિોણા થવા સાથે પોતાની આજીવીકા ગુમાવી પાયમાલ થવા સાથે કેટલાક ખેડૂત ખાતદારો તો ખેડૂત મટીજાય એવી પરિસ્થિતિનું નિમૉણ થાય એમ છે. ભોગબનનારા સંખ્યાબંધ ખેડુતોએ વાંધા રજૂ કર્યા હતા. ત્યારે ખેડૂતોની વાંધી અરજીઓની દરકાર કર્યા વગર કે રજૂઆત સાંભળ્યા વગર જ ગત ત્રીજી ઓગષ્ટના રોજ બારોબાર જમીનમાં ફેરફાર નોંધો પાડી દેવાઈ છે. આ અંગેની જાણ ભોગ બનનાર ખેડૂતોને મોડે મોડે થતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છેે અને ખેડૂત વર્ગમાં અસંતોષ ફેલાયો છે.
ચીખલી તાલુકાના સાદકપોરના ખેડૂત આગેવાન અને ચીખલી એપીએમસીના ચેરમેન કિશોરભાઈ પટેલ, તલાવચોરાના ખેડૂત ખાતેદાર અને સરપંચ અશિ્ર્વનભાઈ પટેલ, ખૂંધના મયંકભાઈ પટેલ, ઘેજ ભરડાના દપિકભાઈ પટેલ સહિતના ગામેગામના ખેડૂતો દ્વારા આ ફેરફાર નોંધ રદ કરી નામંજૂર કરવાની માગ ચીખલી મામલતદાર સમક્ષ કરાઈ હતી. ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલા વાંધામાં જણાવ્યા અનુસાર ફેરફાર નોંધ જાહેરનામાને આધારે પાડી છે તો જાહેરનામામાં જણાવ્યા અનુસાર દિન ૨૧માં સક્ષમ અધિકારી સમક્ષ વાંધાઓ રજૂ કરી દેવાયા હતા તેમ છતાં ખેડૂતોને સાંભળવામાં આવેલા નથી. ત્યારે આ વાંધા અરજીઓનો નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈપણ ફેરફાર નોંધ જે જાહેરનામા આધારે પાડવામાં આવે તો જાહેરનામુ જ ખોટું અને ગેરકાયદેસરનું સત્તાબહારનું છે. જેથી આ જાહેરનામાના આધારે કોઈપણ ફેરફાર નોંધ રેવન્યુ રેકર્ડમાં પાડી શકાય નહીં. આ ગેરકાયદેસર રીતે પાડવામાં આવેલી ફેરફાર નોંધ રદ કરી નામંજૂર કરવાની માગ ગામેગામના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.