• Gujarati News
  • ..ને કારમાંથી દારૂ ઉઠાવી લોકો છુ

..ને કારમાંથી દારૂ ઉઠાવી લોકો છુ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણથી વિદેશી દારૂ ભરીને સુરત તરફ આવતી ટાટા ઈન્ડગિો કાર પલસાણાના માખિંગા ગામની સીમમાં નેહા નં ૮ ઉપર સાબર હોટલની સામે ડ્રાઈવરે સ્ટિયરિંગ ઉપર કાબૂ ગૂમાવતાં કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. આ અકસ્માત બાદ ચાલક કાર મુકીને ભાગી છુટÛો હતો. જોકે, આ ઘટના બાદ કારમાં દારૂ હોવાની જાણ થતાં જ આજુબાજુ રહેતા રહીશો અડોધો વિદેશી દારૂ ઉઠાવી ગયા હતાં. જ્યારે સ્થળ પર પોલીસ પહોંચી ત્યારે તેમને ૩૨૭ નંગ વિદેશી દારૂની બોટલ કિંમત ૧૬૩૫૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
દમણથી વિદેશી દારૂ ભરીને સુરત તરફ આવતી એક ટાટા ઈન્ડગિો કાર નં (ડીડી-૦૩ઈ-૨૨૦૬)નો ચાલક પલસાણા તાલુકાના માિંખગા ગામની સીમમાં આવેલી સાબર હોટલ નજીક નેહા નં ૮ ઉપર સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગૂમાવતાં કાર ડિવાઈડર ઉપર ચઢી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં વિદેશી દારૂ હોય ચાલક સ્થળ ઉપરથી ભાગી છુટÛો હતો.
બીજી તરફ આજુબાજુના રહીશોને વિદેશી દારૂ અંગે માહિતી મળતાં અડધો ઉપર દારૂ પોલીસ આવે તે પહેલા લોકો ઉઠાવી ગયા હતાં. બીજી તરફ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચતા કારમાંથી પોલીસને ૩૨૭ નંગ વિદેશી દારૂની બાટલી કિંમત રૂપિયા ૧૬૩૫૦નો મુદ્દામાલ મળી આવતાં પોલીસે કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.