• Gujarati News
  • ટોકરવામાં સાગ સાથે બાઈક ઝબ્બે

ટોકરવામાં સાગ સાથે બાઈક ઝબ્બે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢના સાદડવેલ રેંજ વિસ્તારમાંથી મંગળવારે રાત્રિના સમયે જંગલચોરીના લાકડા સાથેની બાઇક ઝડપાઈ હતી. આ બનાવમાં બાઈક અને લાકડાં મળી કુલ ૨૦,૨૦૦નો મુદ્દામાલ સીઝ
કરાયો છે.
આ અંગે સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર નાયબ વનસંરક્ષકની સૂચના અનુસાર સાદડવેલ વિભાગમાં વનવિભાગના સ્ટાફ દ્વારા મંગળવારે રાત્રિના સમયે પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. રાત્રિના ૩.૦૦ વાગ્યાના સુમારે આ પેટ્રોલિંગ ટુકડી બેડવાણથી ટોકરવા રસ્તે તપાસમાં હતી, ત્યારે એક બાઈક પર બે લાકડા ચોર ઈસમો પોતાની બાઈક પર સાગી લાકડાં સાથે પસાર થયા હતાં.
આ બાઈકને અટકાવવાની કોશિશ કરવામાં આવામાં આવતાં બાઈક સવારો સ્થળ પરથી પૂરઝડપે બાઈક ભગાવી ગયો હતો. વનવિભાગ દ્વારા પીછો કરવામાં આવતાં અંતે ટોકરવા ગામની સીમમાંથી આ બાઈક મળી આવી હતી. તસ્કરોએ પલ્સર બાઈક (જીજે-૧૯અથ્ર-૧૭૦૩) સ્થળ પર મુકી અંધારાનો લાભ લઈ ભાગી છુટયા હતાં. આ બનાવમાં પાંચ નંગ સાગી સાઈઝ જંગલચોરીની મળી આવી હતી.
વનવિભાગે બાઈક કિંમત રૂપિયા ૧૫૦૦૦ તથા લાકડાંની કિંમત ૫૨૦૦ મળી કુલ ૨૦,૨૦૦નો મુદ્દામાલ સીઝ કરી ભાગી છુટેલા લાકડાંચોરની તપાસ હાથ ધરી હતી.