• Gujarati News
  • પટેલ પેનલનું સ્ટીમ રોલર ફરી વળ્યું

પટેલ પેનલનું સ્ટીમ રોલર ફરી વળ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા નર્મદા સુગરની નવ બેઠકો માટે રવિવારે થયેલાં મતદાન બાદ મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવતાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલનું સ્ટીમ રોલર ફરી વળતાં હરીફ પેનલના સુપડા સાફ થઇ ગયાં હતાં. ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવારોએ તમામ ૧૬ બેઠકો ઉપર વજિય મેળવી સત્તા હસ્તગત કરી લીધી છે.
નર્મદા સુગર ફેકટરીના ૭૦૦૦ કરોડ રૂપિયાના વહીવટની ધુરા સંભાળવા માટે સહકારી આગેવાનોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.સુગરની ૧૬ બેઠકો પૈકી ૭ બેઠકો અગાઉથી બિન હરીફ જાહેર થઇ હોઈ બાકી નવ બેઠકો માટે રવિવારે મતદાન યોજાયુંં હતું.
રાજપીપળાની સરકારી હાઇસ્કૂલ સહિત ભરૂચ - નર્મદા જિલ્લામાં ૧૬ મતદાન મથકો ઉભા કરાયાં હતાં. જયાં સભાસદોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નર્મદા સુગરમાં સત્તા મેળવવા માટે વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલ તેમજ સામે ક્ષત્રિય પેનલ વચ્ચે જંગ ખેલાયોે હતો. મંગળવારે હાથ ધરાયેલી મતગણતરીમાં શરૂઆતથી જ ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવારોએ હરીફ ઉમેદવારો ઉપર જંગી લીડ મેળવી લેતાં પરિણામો એક તરફી બની ગયાં હતાં. વજિેતા ઉમેદવારો અને ટેકેદારોએ વજિયોત્સવ મનાવવાની શરૂઆત કરી દીધી હતી. સતત છઠ્ઠા વર્ષે ઘનશ્યામ પટેલ અને તેમની પેનલના ઉમેદવારોએ ધારીખેડા સુગર ફેકટરી ઉપર કબજો જમાવી રાખ્યો છે
~૨૫૦૧ ના ભાવ સાથે નર્મદા સુગર રાજ્યમાં ત્રીજી
નર્મદા જિલ્લાની એકમાત્ર સુગર ફેકટરી નર્મદા સુગર ધારીખેડાએ પીલાણ સઝિન ૨૦૧૧-૧૨નાં ૨૫૦૧ રૂપિયા શેરડીનાં ભાવો જાહેર કરી જિલ્લામાં પ્રથમ અને રાજ્યમાં સૌથી વધુ ભાવ ચૂકવવામાં ત્રીજા ક્રમે રહેતા ખેડૂત સભાસદોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે. ધારીખેડા સુગરે ઓકટોબરથી ફેબ્રુઆરી સુધીનાં શેરડીના ભાવો રૂપિયા ૨૫૦૧ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતોને શેરડીનાં ભાવો ચૂકવવાની બાબતમાં ૨૫૦૧ રૂપિયાની બાબતમાં ગુજરાતમાં ત્રીજા નંબરે ભાવ ચૂકવતી સુગર ફેકટરી અને નર્મદા તેમજ ભરૂચ જિલ્લામાં પોષણક્ષમ ભાવો આપવામાં અગ્રેસર રહી પરંપરાને જાળવી રાખી છે. જેમાં ૩૦ રૂપિયા પ્રતિ મેટ્રીક ટન બચત કપાત કરી, બે વર્ષ પછી ખેડૂતોને વ્યાજ સહિત પરત આપવામાં આવશે.