• Gujarati News
  • ભુજમાં જુગાર રમતા છ પકડાયા

ભુજમાં જુગાર રમતા છ પકડાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં આશાપુરાનગરમાં આવેલા એક ગ્રાઉન્ડમાં મોડી રાત્રે જાહેરમાં જુગાર રમતા છ શખ્સને સિટી પોલીસના ડી-સ્ટાફે દરોડો પાડીને પકડી લીધા હતા, તેઓની પાસેથી રોકડા ૩૧૦૦-છ સેલફોન કબજે કરાયા હતા. સોમવારે મોડી રાત્રે ૨ વાગ્યે આશાપુરાનગરમાં વ્હોરા ગ્રાઉન્ડમાં જાહેરમાં ગંજીપાથી જુગાર રમતા આરોપી નવાબ હુસેન સુમરા, કાંતિલાલ શંકરલાલ રાજગોર, હારૂન ફૈઝમોહમ્મદ નોતિયાર, ઇકબાલ જુસબ લોહાર, વીરજી ભચુ રાજગોર અને હિતશ બાબુલાલ રાજગોરને પકડી પાડવામાં આવ્યા હતા, તેઓની પાસેથી રૂ.૩૧૦૦ તેમજ છ સેલફોન કબજે કરવામાં આવ્યા હતા.