• Gujarati News
  • માતરના ખેડૂતો ટેમ્પામાં શાકભાજી ભરવા ઊભાં હતા ને મોત આંબી ગયુzં ટેમ્પા ટ્રકની ટક્કરમ

માતરના ખેડૂતો ટેમ્પામાં શાકભાજી ભરવા ઊભાં હતા ને મોત આંબી ગયુzં ટેમ્પા-ટ્રકની ટક્કરમાં ૩ મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . નડિયાદ
ખેડા બાયપાસ હાઇવે રોડ પર સોખડા ગામની સીમમાં મંગળવારે વહેલી સવારે શાકભાજી ભરવા ઊભાં રહેલાં એક ટેમ્પાને પાછળથી પુરઝડપે આવતી ટ્રકે ટક્કર મારતાં ૩ ખેડૂતના મોત નપિજયાં હતા.
માતર તાલુકાના સોખડા તાબેના છગનપુરા, મોતીપુરા ગામના ખેડૂતો દરરોજ સવારે પોતાનું શાકભાજી વેચવા અમદાવાદ જાય છે. રોજનીશી પ્રમાણે કેટલાક ખેડૂતો મંગળવારે સવારે ખેડા બાયપાસ હાઈવે પર ખોડિયાર ચોકડી નજીક આવેલ નાગેશ્ર્વરી માતાના મંદિર પાસે પોતાની શાકભાજી લઈ ઉભા હતા. દરમિયાન તેઓનો ટેમ્પો નં. જી.જે.૭.ઝેડ-૯૪૧૧ સવારે છ વાગ્યે આવતાં તેઓ પોતાની શાકભાજી ટેમ્પામાં ભરી રહ્યા હતા. આ વખતે પુરપાટ ઝડપે આવતી ટ્રક નં. પીબી-૦૬.જી-૨૪૨૪એ ટેમ્પાના પાછળના ભાગે ધડાકાભેર અથડાવતાં ટેમ્પો રોડની સાઈડે પલટી ખાઈ ગયો હતો. આ વખતે ટેમ્પામાં બેઠેલાં દશરથભાઈ ચૌહાણ તથા લક્ષ્મણભાઈ ચૌહાણનું ઘટનાસ્થળે મૃત્યુ નપિજયું હતું. જ્યારે ઈશ્ર્વરભાઈ પરમારને હોસ્પિટલ ખસેડાતા રસ્તામાં મોત નીપજયુ હતું. માતર પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.