• Gujarati News
  • દહેવાણના ત્રપિલ મર્ડર કેસનો આરોપી પેરોલ પરથી ફરાર

દહેવાણના ત્રપિલ મર્ડર કેસનો આરોપી પેરોલ પરથી ફરાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . આણંદ
બોરસદ તાલુકાના દહેવાણ ગામમાં ત્રણેક વર્ષ પહેલા પરણિત પ્રેમીકા, તેના પુત્ર અને દિયરના હત્યા કેસમાં આજીવન કારાવાસની ભોગવનાર દહેવાણનો શખસ વડોદરા જેલમાંથી વચગાળાના જામીન રજા પર મુકત થયા બાદ ફરાર થઈ જતાં દોડધામ મચી ગઈ હતી. આ બાબતે જેલરે વિરસદ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દહેવાણના જીવાભાઇ લક્ષ્મણભાઈ તળપદાને પડોશમાં રહેતા લીલાબેન સાથે આડાસંબંધમાં ખટરાગ થતાં લીલાબેને તેની સાથે બોલવાનું બંધ કરી દીધું હતું. ગત તા. ૨૪મી ડિસેમ્બર ૨૦૦૯ના રોજ રાત્રે એક વાગ્યે જીવાભાઇ દાંતી લઇ લીલાબેનના ઘરે ગયા હતા. પ્રથમ તેઓએ થાંભલા ઉપરથી વાયર કાપી લીલાબેનના ઘરની લાઇટ બંધ કરી ઘરમાં જઇ લીલાબેનને જગાડ્યા હતાં. તે વખતે લીલાબેને તારી સાથે સંબંધ રાખવો નથી. તેવું કહેતાં જીવાભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને તિક્ષ્ણ દાંતીના ઘા મોઢા ઉપર તથા માથામાં મારી દેતાં લીલાબેને બૂમાબૂમ કરતાં તેનો દીકરો રણજીત ઉફેઁ ભમ્પો જાગી જતાં તેને પણ દાંતીના ઘા મારી પાડી દીધો હતો. બૂમબરાડાથી લીલાબેનના દિયર લાલજીભાઇ જાગી જતાં તેને પણ દાંતીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્રણની હત્યા કર્યા બાદ જીવાભાઇએ નાટક કરી આજુબાજુના લોકોને બોલાવી કોઇ હત્યા કરી ભાગી ગયા હોવાનું તરકટ કરી વિરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તપાસના અંતે ત્રણેયની હત્યા જીવાભાઇએ જ કરી હોવાનું બહાર આવતાં તેની અટકાયત કરી હોવાનું ખુલતાંતેની અટકાયત કરાઇ હતી.
આ કેસમાં ન્યાયધશિે તા.૧૦મી ઓગસ્ટ ૨૦૧૦ના રોજ જીવા લક્ષ્મણભાઇ તળપદાને કસુરવાર ઠેરવી આઇપીસી ૩૦૨ના ગુનામાં આજીવન કેદ અને દંડની સજા ફટકારી હતી.
દરમિયાનમાં વડોદરા મધ્યસ્થ જેલમાં સજા કાપતા જીવાને થોડા દિવસો પહેલા ત્રીસ દિવસની વચગાળા જામીન રજા પર મુકત કરવામાં આવ્યો હતો. જેને તા.૮મી સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ મધ્યસ્થ જેલમાં હાજર થવાનું હતું. આ મુદત પુરી થયાને પખવાડિયું થવા છતાં તે હાજર ન થતાં જેલર એચ.એમ. શાહની ફરિયાદ આધારે વિરસદ પોલીસે ગુનો નોંધી જીવાની શોધખોળ હાથ ધરી છે.
હત્યામાં ફરિયાદી જ આરોપી સાબિત થયો
દહેવાણના ચકચારી ત્રપિલ હત્યા કેસમાં ત્રણ જણાંએ હત્યા કરી હોવાનું તરકટ કરી ડભાલી ગામે ડાકલી વગાડવા ગયેલા લીલાના પતિ કાનજીને બોલાવી હકિકત જણાવી જીવાભાઇ ફરિયાદી બન્યો હતો. જોકે એફએસએલ રીપોર્ટ, પીએમ રીપોર્ટ આધારે જીવાભાઇએ જ્યારે બધાને બોલાવ્યા તે સમય અને હત્યાનો સમય અલગ પડતો હતો. સાથે સાથે વાંસીથી લાઇટનો વાયર કાપવાની બાબત શંકાસ્પદ હતી. આ ઉપરાંત પોલીસે આજુબાજુના રહીશોની પુછપરછ કરી હતી,જેમાં લીલા સાથે જીવાને આડોસંબંધ હોવાનું ખુલતાં શંકા આધારે ઉલટતપાસ કરતાં તે ભાંગી પડયો અને કબુલાત કરી હતી.