• Gujarati News
  • સિટી બસ પાછળ રિક્ષા ઘૂસી જતાં ૫ ઘવાયાં

સિટી બસ પાછળ રિક્ષા ઘૂસી જતાં ૫ ઘવાયાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . આણંદ
મહેળાવ તાબેની બાંધણી ચોકડી નજીક પુરપાટ ઝડપે જતી રિક્ષાના ચાલકની બેદરકારીના કારણે સિટી બસ સાથે ધડાકાભેર અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર પાંચ મુસાફરને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યાં હતાં.
પોલીસ સૂત્રોના જણાવ્યાંનુસાર, સોજિત્રાની બાંધણી ચોકડીથી આણંદ તરફ પુરપાટ ઝડપે આવી રહેલી રિક્ષા નં.જીજે ૭ વીવી ૫૩૯૭ મંગળવાર બપોરે કાછીયા કુવા નજીક પહોંચી તે સમયે સિટી બસની ઓવરટેક કરવા કોશિશ કરી હતી. જો કે, સામેથી ટ્રક આવતી હોવાથી રિક્ષા ચાલક ગભરાઈ ગયો હતો અને સીધો સીટી બસની પાછળ ઘૂસી જતાં ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષા સવાર રયજીભાઈ શંકરભાઈ પરમાર (ઉ.વ.૫૫, રહે.વડતાલ), કમલેશભાઈ નગીનભાઈ રાજપૂત (ઉ.વ.૩૫, રહે. વિધ્યાનગર), સંજનાબેન પૂંજાભાઈ તળપદા (ઉ.વ.૩૩, રહે.પીપળાવ), જયમીન પ્રભાતભાઈ પરમાર (રહે.વડતાલ), નિલેશ પૂંજાભાઈ મકવાણા (ઉ.વ.૧૨, રહે.સુણાવ)ને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવ અંગે નરેશ મકવાણાની ફરિયાદ આધારે મહેળાવ પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.