• Gujarati News
  • સરકારી તંત્રનો ઉપયોગ કરીને સભાઓ યોજાય છે

સરકારી તંત્રનો ઉપયોગ કરીને સભાઓ યોજાય છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા તાલુકાના ઉનાઈ ગામે ચીખલી-વાંસદા બૂથના કાર્યકરોની એક જંગી સભાને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ આગામી ચૂંટણીમાં કોંગ્રેસને વજિય અપાવવા માટે કાર્યકતાઓને માર્ગદર્શન આપ્યું હતું. કોંગ્રસની ગરીબ અને મધ્યમવર્ગને ધ્યાનમાં રાખી ઘડવામાં આવેલી વિવિધ યોજનાઓનો ચિતાર તેમણે આપ્યો હતો.
હાલના સંજોગોમાં વિવેકાનંદ જેવી વભિૂતિઓનું નામ વટાવીને પોતાના વખાણ કરવા અને કરાવવા યાત્રાઓ કાઢતા મુખ્યમંત્રીને તેમણે સોંસરા સવાલો પૂછયા હતા. આડેધડ કરોડોની યોજનાઓ અને વિકાસ કામોની જાહેરાત કરતા મુખ્યમંત્રીની તેમણે ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, તમે જે જાહેરાતો કરો છો તેનો કરોડોની રકમનો સરવાળો કરતા તમને આવડે છે? ઠેર ઠેર હજારો-કરોડોની યોજનાઓ ફટકારતી વખતે તમને ખ્યાલ નથી આવતો કે આ આંકડાઓ ગુજરાતના બજેટની રકમના દસગણા વધારે છે? કોંગ્રેસની ઘરનું ઘર યોજના વિશે તેમણે મોટીસંખ્યામાં ઉપસ્થિત રહેલી બહેનોને જણાવ્યું હતું કે, કોંગ્રેસે મહિલાઓને આગળ આવવા માટે જ તેમના નામે ઘર આપવાની વાત લઈને આવી છે. ગુજરાત સરકારે ગણ્યા ગાંઠ્યા ઉદ્યોગપતિઓ સિવાય કોઈનું ભલું કર્યું નથી. માત્ર કેન્દ્ર સરકારને ગાળો દેવા સિવાય બીજું કંઈ તેઓ કરી શકતા નથી. સરકારી તંત્રનો ભરપૂર ઉપયોગ કરીને જ સભાઓ કરી શકે છે. શિક્ષણ જગતમાં પણ ધમકીઓ આપીને વિદ્યાર્થીઓને બળજબરીથી સભાઓમાં લઈ જવામાં આવે છે.