• Gujarati News
  • પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયેલો પતિ ઝડપાયો

પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયેલો પતિ ઝડપાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
: વજિલપોરના સૂર્યનગરમાં રહેતા કિશોર હિવરાડેએ તેની પત્ની મંગલાબેનની તેના ઘરમાં જ લાદીનો પથ્થર માથામાં મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. મૃતક મંગળાબેનના ભાઈએ તેના પતિ સહિત સાસરિયાઓ સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની અને પતિએ હત્યા કરી હોવાની જલાલપોર પોલીસમાં ફરિયાદ આપી હતી. પત્નીની હત્યા કરી કિશોર ફરાર થઈ ગયો હતો. આખરે હારીથાકીને તે ભુસાવલ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જતા નવસારીની ફલોgજમ્પ સ્કવોડની ટીમે તેનો ભુસાવલથી કબજો મેળવી જલાલપોર પોલીસને સુપરત કર્યો હતો. પોલીસે પૂછતાછ કરતા કિશોરે પોતાની પત્નીની હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું. તેણે પોલીસ સમક્ષ નિવેદન આપ્યુ હતું કે, રોજબરોજના નાના નાના ઝઘડાથી તે કંટાળી ગયો હતો અને ગુસ્સામાં આવી જતાં આ પગલું ભરાય
ગયું હતું.