• Gujarati News
  • ત્રણ યુવકોએ ભેગા મળી બેને ફટકાર્યા

ત્રણ યુવકોએ ભેગા મળી બેને ફટકાર્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તરસાડી દાદરી ફિળયામાં રહેતા ઝાકીર ઈસ્માઇલ મીgઝા રિક્ષા ચલાવવાનો ધંધો કરે છે. સોમવારની રાત્રિના ૯.૩૦ કલાકના સુમારે દાદરીમાં જ રહેતા રફીક ઉર્ફે ચીનો સુભાન શેખ, સોયેબ ઉર્ફે માયા હમીદ શેખ તેમજ શાહરૂખ નામના ત્રણ ઈસમો ઝાકીર પાસે આવી ઝાકીરને જણાવ્યું કે તું મજીદ ટાંગાને કેમ સાથ આપે છે. કહી તેને માર મારવા લાગ્યા હતા.
તેમના મારથી બચવા ઝાકીર નજીક આવેલા મોટાભાઈ સીરાજના ઘર તરફ ભાગવા લાગ્યો હતો, જયાં પણ આ યુવકોએ તેનો પીછો કરી માર મારવા લાગ્યા હતા.
દરમિયાન તેમને છોડાવવા ઝાકીરનો મોટોભાઈ સીરાજ વચ્ચે પડતાં સીરાજને પણ આ યુવકોએ માર માર્યો હતો. આ ઝઘડાને કારણે આજુબાજુના લોકો ભેગા તઈ જતા યુવકો ભાગી છૂટયા હતાં, પરંતુ ભાગતા ભાગતા ઝાકીરને ધમકી આપતાં તુ મજીદને સાથ આપશે તો જાનથી મારી નાંખીશું.
આ ઘટના અંંગે જાકીરે આ ત્રણ યુવકો વિરુદ્ધ કોસંબા પોલીસમાં ફરિયાદ કરતાં કોસંબા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.