• Gujarati News
  • જમીનનો વહીવટ ખાનગી રખાયો

જમીનનો વહીવટ ખાનગી રખાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ તાલુકાના કોસમાડા ગામની ગૌશાળા ટ્રસ્ટની ૧૩૨ એકર અંદાજિત ૩૦૦ કરોડની જમીન ફોર્જડ ભાડા કરારના આધારે કોસમાડા ગામના નીતિનભાઈ જી. પટેલ, કેયુર દેસાઈ તથા તેમના સાગરિતોએ સુરતના રમેશ સાકરીયાને આપી દીધી હતી. આ ઘટનામાં નીતિન પટેલ તથા તેના સાગરિતોએ ટ્રસ્ટની જમીન હોવા છતાં કોઈપણ પ્રકારની પરવાનગી કે પબિ્લક નોટિસ કરાવી ટેન્ડરની કામગીરી પણ કરી ન હતી. ખાનગી રીતે જ જમીનનો તમામ વહીવટ કરી નાંખ્યો હતો.
આ અંગે ઘટનાસ્થળ અને પોલીસ સૂત્રો પાસેથી મળતી વગિત અનુસાર કામરેજ તાલુકાના કોસમાડા ગામની ગૌશાળા ટ્રસ્ટની ૧૩૨ એકર અંદાજિત ૩૦૦ કરોડની જમીન ગામના જ નીતિનભાઈ ગુણવંતભાઈ પટેલ તથા કેયુર દેસાઈ, ઉદય દેસાઈ તથા ગામના અન્ય ચાર વ્યક્તિઓ ભેગા મળી સુરતના વરાછામાં આવેલા તિકમ નગર લંબેહનુમાન ખાતે રહેતા રમેશભાઈ લક્ષ્મણભાઈ સાકરીયાને ફોર્જડ ભાડા કરારને આધારે આપી દેવા અંગેની ગંભીર હકીકતો બહાર આવી રહી છે.
આ જમીન પચાવી પાડવા માટે નીતિન પટેલ અને કેયુર દેસાઈએ બોગસ દસ્તાવેજો તો બનાવ્યા, પરંતુ તમામ નીયમો નેવે મુકી દીધા હતાં. ૧૩૨ એકર જમીન ગૌશાળા ટ્રસ્ટની જમીન છે. એ ખાનગી માલિકીની જમીન નથી, જેનો કોઈ પણ વહીવટ કરવા માટે ચેરીટી કમિશનરની પરવાનગી લેવાની હોય છે. આ ઉપરાંત તા.૯ મે ૨૦૧૦ના રોજ ઠરાવ અને તારીખ ૯ જુન ૨૦૧૦ના રોજના બોગસ ભાડા કરાર બોગસ બનાવટી અને ફોર્જડ છે. એ હકીકત ઉપરથી પણ જાહેર થાય છે કે એ પ્રસ્થાપિત બાબત છે.
જાહેર હિતની જાહેર જગ્યા હોય અને તે સંદર્ભે કોઈપણ કાર્યવાહી કરવાની હોય તો તેની પબિ્લક નોટિસ પ્રસિદ્ધ કરાવી ટેન્ડરો મંગાવવામાં આવે છે, ત્યાર પછી આવી જમીનનો આવો કોઈ ભાડા કરાર કરી શકાય, પરંતુ આવી કોઈ પ્રક્રિયા કોસમાડાના નીતિન પટેલ તથા તેના સાગરિતો કર્યા વગર રમેશ સાકરિયાને આપી દીધી હતી. તેના ભાગરૂપે મળેલા કરોડો રૂપિયામાંથી થોડો-થોડો હિસ્સો ગ્રામજનોમાં વિતરણ કરાયો હતો અને ત્યારબાદ કરોડો રૂપિયા ગજવે
મૂક્યાં હોવાની ગ્રામજનોમાં ચર્ચા થઈ રહી છે.