• Gujarati News
  • વ્યારામાં લાખ લિટરની ટાંકી બનશે

વ્યારામાં લાખ લિટરની ટાંકી બનશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારામાં આવેલ વોર્ડ નં ૧માં ઉનાળા દરમિયાન પીવાના પાણીની તંગીના પગલે સ્થાનિક રહીશો દ્વારા પાલિકાને સંખ્યાબંધ રજુઆતો કરવામાં આવી હતી. આ બાબતે વ્યારા
નગરપાલિકા દ્વારા સિંગી ફિળયા ખાતે ૮ લાખના ખર્ચે ૧ લાખની ક્ષમતા ધરાવતી ટાંકી બનાવવાનું આયોજન કરી દેવાતાં પ્રજાજનોમાં આનંદ વ્યાપી ગયો હતો.
વ્યારા નગર ખાતે આવેલા વોર્ડ નં ૧ના સિંગી ફિળયા ખાતે અંદાજિત ૩થી ૪ હજારની વસતિ ધરાવે છે. ગત ઉનાળા દરમિયાન આ વિસ્તારમાં વિવિધ ફિળયામાં પીવાના પાણી માટે ભારે બૂમરાણ મચી હતી. આ અંગે પીવાના પાણીના કકળાટના પગલે વારંવાર નગરપાલિકામાં રજુઆતો કરાઈ હતી.
નગર પાલિકા દ્વારા પ્રજાની મુશ્કેલી માટે ટાંકી બનાવવાનું આયોજન કયું હતું. જેમાં સીંગી ફિળયા ખાતે ૮ લાખના ખર્ચે ૧ લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી બનાવાશે. આ ટાંકી બની ગયા બાદ અંદાજિત ૫૦૦૦ની વસતિ સુધી આ પાણી પહોંચી રહેશે. જેથી આવનારા ઉનાળા દરિયાન પીવાના પાણીની સમસ્યાથી છુટકારો મળવાની શકયતાથી આનંદ વ્યાપી ગયો છે.
નિમૉણ દરમિયાન કોન્ટ્રાકટર દ્વારા વ્યવસ્થિત ટાંકી બનાવે એ માટે નગરપાલિકા ધ્યાન આપે એ જરૂરી છે. અન્યથા ટાંકી બનાવવામાં વેઠ ઉતારાશે તો પાણીની સુવિધા માટે વપરાયેલા પૈસા પાણીમાં જવાની ભીતિ નકારી શકાય નહીં.
ટૂંક સમયમાં ટાંકીની કામગીરી શરૂ થશે
^ વોર્ડ નં ૧ના સીંગી ફિળયા ખાતે ૮ લાખના ખર્ચે બનનારી પાણીની ટાંકી માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેથી ટૂંક સમયમાં આ ટાંકી બનવાનું શરૂ થશે.
ધર્મેશભાઈ ગોહીલ, ચીફ ઓફિસર, વ્યારા