• Gujarati News
  • ‘ભૌતિક કરતાં આત્મ શક્તિ બળવાન’

‘ભૌતિક કરતાં આત્મ શક્તિ બળવાન’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નંદુરબાર સ્થિત શ્ર્વે મૂ. પુ. જૈન સંઘ ખાતે પૂજય પંન્યાસપ્રવર પદ્મદર્શનજી મહારાજની પુનિત નશિ્રામાં પયુંષણ પર્વ પ્રસંગે થયેલ રેકોર્ડ બ્રેક તપસ્યા નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમો ચાલી રહ્યાં છે. તપની અનુમોદના નિમિત્તે અનાથ આશ્રમના બાળકો અને પાઠશાળામાં ભણતા બાળકો માટે ભૈરવ ભુવન ખાતે શાહી ભોજન રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કયું હતું તપસ્વીઓના ત્યાં પૂજયના વાજતે ગાજતે પગલા થયા હતાં. જેમાં સેંકડો ભાઈઓ-બહેનો જોડાયા હતાં. પ્રત્યેક જગ્યાએ વિશિષ્ટ પ્રભાવનાઓ થઈ હતી.
વિરાટ સત્સંગ સભાને સંબોધતા પૂજય પંન્યાસજી ભગવંતે જણાવ્યું હતું કે મોક્ષ પ્રાપ્તી માટે પાપમુિકત અત્યન્ત આવશ્યક છે. અત્યાર સુધી કર્મોએ તમારી સામે પ્રહારો કર્યા હતાં. હવે કર્મોની સામે તમારે જંગ ખેલવાનો છે. કર્મો એ વાંદરા જેવા છે. વાંદરા તમારી પાછળ પડે તો ગભરાવાની જરૂર નથી. કર્મોની સામે તમે વળતો પ્રહાર કરશો તો કર્મોરૂપી વાંદરાઓ એની મેળે દુમદુમાવીને ભાગવા માંડશે. તમને સંસાર ગમે છે એની પાછળનું કારણ તમારો મોક્ષ હજુ ઘણો દૂર છે. પ્રભુ જ્યારે વહાલા લાગશે ત્યારે સંસારરૂપી સમંદર ખાબોચીયુ બની જશે.
સંસાર વહાલો લાગવાથી તમારી આંખો માત્ર બહારના ભૌતકિ સુખોમાં પાગલ બની છે. પ્રભુ પ્યારા લાગશે, ત્યારે બહારનું જોવાનું બંધ થઈ જશે. આત્મદર્શન થયા વિના નહીં રહે. યાદ રાખજો ભૌતિક શક્તિ કરતાં આત્મશક્તિ જબરજસ્ત છે આત્માનું ઉધ્વીકરમ થાય અટલે ભીતરી ચેતના દ્વારા સમગ્ર વિશ્વ હિત થઈ શકે છે.
ધર્મની ઉપર પ્રીતિ થવી સહેલી છે પણ પાપની ભૂતિ થવી મુશ્કેલ છે. આજે માનવીના જીવનમાં પાપનો ડર રહ્યો જ નથી. પાપનું માપ જ રહ્યું નથી.
પાપ કરતાં માણસ પાછુ વળીને જોવા જ તૈયાર નથી. પાપ કરવામાં પણ આજે તો નિષ્ઠુરતાનો પ્રવેશ થઈ ચૂકયો છે. પાપ બદલ પશ્ર્વાતાપને બદલે પ્રશંસા કરતો માણસ નિશ્ર્વિત દુર્ગતિના દ્વાર ખોલી રહ્યો છે. પાપો કારણસર કરવા પડે તે જુદી વસ્તુ છે. પાપ કરીને છાપ મારવાનો ધંધો બંધ કરો પાપ કર્યા પછી વકીલતા કરવાને બદલે કબૂલાત કરતાં શીખો.