• Gujarati News
  • મિસ્જદના બયાનની સીડી ફરતી થઈ

મિસ્જદના બયાનની સીડી ફરતી થઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ તાલુકાના અટોદરા ગામે લઘુમતી કોમના બે ધાર્મિક પંથો વચ્ચે ત્રણ દિવસથી ઘર્ષણ ચાલી રહ્યું છે, જેને પગલે ગામમાં વાતાવરણ તંગદીલી ભયું બન્યું છે. ત્યારે છેલ્લા ઘણા લાંબો સમયથી મિસ્જદના વહીવટને લઈને થતો આવેલો વિવાદ શનિવારની રાત્રે દરગાહ પંથના ધર્મગુરુએ તબલગી જમાતમાં માનનારા વિશે મિસ્જદમાં ભડકાવનારુ પ્રવચન કરાયું હતું, જેને લઇને બંને પંથના લોકો આમનેસામને થતાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ જવા સાથે તંગદિલી પેદા થઈ હતી. આ મિસ્જદમાં થયેલા બયાનની સીડી ફરતી થઈ હોવાની ચર્ચાએ જોર
પકડયું છે.
વગિતવાર માહિતી મુજબ અટોદરા ગામની પૌરાણીક મિસ્જદનો લાંબો સમયથી તબલગી જમાતના લોકો દ્વારા વહીવટ કરાતો હતો. તબલગી જમાત દ્વારા મિસ્જદનો ગેરવહીવટ કરાતો હોવાની વાતે દરગાહ પંથમાં માનનારાના ગુરુ મહેબુબ અલીબાવાએ આ બાબતે વકફ બોર્ડમાં ફરિયાદ કરી હતી. થોડા દિવસો પહેલા વકફ બોર્ડે અટોદરા ગામની મિસ્જદનો વહીવટ દરગાહ પંથીઓને સોંપવાનો હુકમ કરાયો ત્યારથી જ અટોદરા ગામમાં વસતા તબલગી જમાત અને દરગાહ પંથીઓ વચ્ચે મતભેદો પેદા થઈ રહ્યાં છે.
દરમિયાન ગત શનિવારની રાત્રે અટોદરા ગામ મિસ્જદ ખાતે કોઈક ધાર્મિક પ્રોગ્રામને અનુરુપ પ્રવચનનું આયોજન રખાયું હતું. આ કાર્યક્રમમાં આવેલા રાજ્ય ભાજપ લઘુમિત મોરચાના પ્રમુખ અને હજ કમિટીના ચેરમેન મહેબુબ અલી બાવાએ પોતાના પ્રવચનમાં હિન્દી ભાષામાં તબલગી જમાતની વિચારસણીમાં માનતા લોકોની લાગણી દુભાય તેમજ તબલગી અને દરગાહ પંથમાં માનવાવાળા સમુદાય વચ્ચે દુશ્મનાવટ ઉત્પÌા કરવાના બદ્દ ઈરાદે ભડકાવનારું પ્રવચન કરાયું હોવાનો આક્ષેપ સાથે પોલીસ ફરિયાદો પણ થઈ છે.
આ સમયે મિસ્જદ બહાર હાજર તબલગી જમાતના મહંમદ ઈમ્તેખાર ઈકબાલ પઠાણે પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરેલા પ્રવચનને મહેબુબ બાવા સામે થયેલી ફરિયાદના સંદર્ભે જિલ્લા પોલીસવડાને સુપરત કયું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ સીડીમાં મહેબુબ અલી બાવાએ તબલગી જમાત સામે અગાઉ કરેલા ત્રણ ભાષણ અને હાલ શનિવારની રાત્રે કરેલા પ્રવચનનું રેકોડિઁગ રાખવામાં આવ્યું છે, જેની ઓડિયો સીડી લઘુમતી સમાજના તબલગી સમાજમાં માનનારા લોકોમાં ફરતી થઈ હોવાનું જાણવા મળે છે.
જુની ઓડિયો કલીપના સહારે મને બદનામ કરવાનો કારસો
અટોદરા મિસ્જદમાં પોતાના પ્રવચનમાં મહેબુબ અલી બાવાએ તબલગી જમાત સામે હિન્દી ભાષામાં કરેલા ભાષણ બાદ થયેલા ઘર્ષણની ઓડિયો સીડી બાબતે એક રૂબરૂ મુલાકાતમાં ખુલાસો કરતાં તેમણે જણાવ્યું કે મેં અટોદરા મિસ્જદ ખાતે આવું કોઈપણ પ્રકારે ભડકાવનારું અને તબલગી જમાત વિરુદ્ધનું પ્રવચન કર્યું નથી. મારા કોઈ જુના પ્રવચનની ઓડિયો િકલપની સીડી બનાવી મને બદનામ કરવાના ઈરાદે આ રીતનો કારસો ઘડાયો છે