• Gujarati News
  • ડેન્જરસ ટાવર જાહેર અસમંજસ

ડેન્જરસ ટાવર જાહેર અસમંજસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . આણંદ
મોબાઈલ ટાવરની આસપાસના ૧૦૦ મીટર વિસ્તારમાં રેડિએશનની સૌથી વધુ અસર થતી હોવાથી જનજીવન માટે જોખમી હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. આમછતાં શહેરમાં જુદાં જુદાં કોમ્પ્લેકસ અને મકાનો પર મોબાઇલ ટાવર ઊભા કરવામાં આવ્યા છે. અહીં રહેતાં મોટાભાગના લોકો મોબાઇલ ટાવરના રેડિએશનથી થતી આડઅસરો વિશે અજાણ છે અથવા પૂરતું જ્ઞાન ન હોવાથી તેનો વિરોધ કરી શકતાં નથી.
આણંદ શહેરમાં જુદાં જુદાં કોમ્પ્લેકસ અને મકાનો પર ૮પ જેટલા મોબાઇલ ટાવર આવેલા છે. ઘણી ટેલિકોમ કંપનીઓ દ્વારા નિયમોનો ભંગ કરીને વધુ ફ્રીકવન્સી રાખવામાં આવતી હોય છે. આ બાબત જાહેર આરોગ્ય માટે જોખમકારક પુરવાર થઈ શકે છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે પુરવાર ન થયું હોવાનું કહીને મોટાભાગના રહીશો મોબાઇલ ટાવર ઊભાં કરવા સામે વિરોધ કરવાનું ટાળી રહ્યા છે. જેને કારણે દિવસે દિવસે ગંભીરતા વધી છે.