• Gujarati News
  • પાકીટ મળ્યું પણ ૨૫ હજાર ગાયબ

પાકીટ મળ્યું પણ ૨૫ હજાર ગાયબ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમમાં સોમવારે બપોરનાં ૧૧વાગ્યાની આસપાસ પોતાની કારમાં બરોડા બૈંકમાં કામ અર્થે ગયેલા કીમનાં માજી સરપંચ સન્મુખભાઈ ઢીમરની કારમાંથી કેટલાક ગિઠયા ૨૫૦૦૦ રોકડ અને જરૂરી દસ્તાવેજો ભરેલું પાકીટ ઉઠાવી જવાનો કિસ્સો બન્યો હતો. જોકે થોડા સમય બાદ કીમ (પૂર્વ)માં આવેલ હનુમાન મંદિર પાસેથી પાકીટ મળી આવ્યું હતું. જોકે પૈસા સિવાય માત્ર દસ્તાવેજો મળી આવ્યા હતા, જ્યારે તેમાંથી રૂપિયા ગાયબ થઈ ગયાં હતા.
આ અંગે ઘટના સ્થળેથી જણવા મળતી વગિત મુજબ કીમનાં માજી સરપંચ અને વિસ્તારનાં સહકારી આગેવાન સન્મુખભાઈ ઢીમર સોમવારે ૧૧થી૧૨ વાગ્યાની આસપાસ કીમમાં આવેલ બેન્ક ઓફ બરોડામાં કામકાજ અર્થે ગયા હતા. પોતાની કારનં જીજે ૫-સીએમ-૩૧૨૨ લઈને ગયા હોય જેમાં તેઓએ પાછળની સીટ ઉપર પોતાની કાયમી આદત પ્રમાણે પાકીટ મૂકી બેંક ઓફ બરોડામાં ગયા હતા.
પાકીટમાં ૨૫૦૦૦ રોકડા, એસબીઆઈનો એટીએમ કાર્ડ, પાસપોર્ટ વગેરે ભરેલું પાકીટ પાર્ક કરેલી કારનાં પાછળનો ડીકીનો ભાગ પહોળી કરી હાથ નાંખી ૨૫૦૦૦ રોકડ ભરેલ પાકીટ લઈ ગિઠયાઓ ભાગી છુટયા હતા. તમામ બાબતથી અવગત થતાં સન્મુખભાઈને પાકીટ ચોરાયું હોવાનું જણાતા આસપાસ પૂછપરછ સાથે શોધખોળ આદરી પોલીસને જાણ કરી હતી. પોલીસ મથકે ફરિયાદ લખાવવા ગયાં હતા. પરંતુ આ સમયે પોલીસ મથકમાં કોઈ પોલીસ કર્મી હાજર ન જણાતા ટેલીફોનિક જાણ કરી હોવાનું જાણવા મળે છે.
૨૫૦૦૦ રોકડા સિવાયનું પાકીટ મળી આવ્યું
ઘટના બાદ થોડા કલાકો પછી ઉપરોકત પાકીટ કીમમાં આવેલ હનુમાન મંદિરની પાળી પાસેથી મળી આવ્યાની જાણ કોઈકે કરી હતી. આથી સન્મુખભાઈએ ત્યાં પહોંચી તપાસ કરતા ૨૫૦૦૦ (રોકડા) અને એટીએમ કાર્ડ સિવાય તમામ દસ્તાવેજ મળી આવ્યા હતા. ત્યારે બાળકો કે અન્ય પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર લાલ બાઈક ઉપર બે વ્યક્તિઓ અહીં આવીને આ મૂકી ગયા હતા, એવું સન્મુખભાઈએ જણાવ્યું હતું.
કારમાં પંકચર પાડયું
કારનાં પાછલા ટાયરનું પંકચર કરી પાછળ ડીકી સ્પેરવીલ ખોલી લાંબો હાથ કરી પાછલી સીટ પર મૂકેલ ૨૫૦૦૦ રોકટ અને દસ્તાવેજ ભરેલું પાકીટ ઊંચકી ગયા હતા. ત્યારે સન્મુખભાઈનાં જણાવ્યા પ્રમાણે મોટાભાગે બેંકની મુલાકાત લેતા હોય ત્યારે પાછળની સીટ પર કાયમી રીતે મૂકે છે અને કોઈ જાણભેદુએ અનેક વખત આ બાબતે રેકીકરી આ કામ કયું હોવાનું જાણવા મળે છે.