• Gujarati News
  • મોબાઈલ પાકીટ તફડાવતી ટોળકી ઝડપાઈ

મોબાઈલ-પાકીટ તફડાવતી ટોળકી ઝડપાઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમમાં ગતરોજ સાંજે બજારમાં ખરીદી કરવા આવેલા પરિવારને હેરાન કરી રિક્ષામાં આવેલા ચારેક જેટલા ચીટરોએ મોબાઈલ અને અન્યનું પાકીટ ઝુંટવીને ભાગવા જતાં હતા, ત્યારે લોકોના હાથે ઝડપાઈ ગયાં હતા. આ ચારેય ઈસમોને બરાબરનો મેથીપાક લોકોએ આપ્યો હતો. જો કે, તેમાંથી બે ઈસમો ટોળાનો લાભ લઈને ભાગી છુટયાં હોવાનું જાણવા મળે છે.
આ અંગે ઘટનાસ્થળ અને પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલી વગિત મુજબ કીમમાં રવિવારે મોડી સાંજે એક દંપતી તેના બાળક સાથે બજારમાં ખરીદી કરવા માટે આવ્યું હતું. શાકભાજી ખરીદી કરેલા પરિવાર પાસે એકાએક એક રિક્ષા(જીજે ૫ વીવી ૪૨૩૮)માં આવેલા ચારે ઇસમોએ તેમની પાસે આવીને તેઓને ધક્કો માર્યો હતો. ત્યારે દંપતીએ આ બાબતે ઠપકારતા તેઓ પણ શાકભાજી લેવાના છે, એવો જવાબ આપ્યો હતો.
દંપતીએ કોઇ માથાજીક કરી ન હતી. ત્યારબાદ ઉપરોકત દંપતી થોડે દૂર પાણી પુરીની દુકાન પાસે પાણીપુરી ખાવા જતા હતા ત્યાં પણ ઉપરોકત રિક્ષાચાલક કેટલાક ઇસમો આવી ફરી પાછો આ દંપતીને ધક્કો મારતાં દંપતીએ કેમ આમ કરો છે કહેતા તે બાબતો દંપતી સાથે આ ઇસમો બોલાચાલી કરવા લાગ્યાં હતા.
આ સમયે દંપતી કંઇક સમજે તે પહેલાં જ તેમના હાથમાંથી મોબાઈલ અને પાકીટ ઝુંટવી લઇ ભાગવાની કોશિશ કરતાં દંપતીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જેને પગલે આ ચીટરો રિક્ષામાં ભાગવા જતાં ચારેક ઇસમોને રિક્ષામાં જ ઝડપી પાડ્યાં હતા અને બરાબરનો મેથીપાક આપ્યો હતો. આ દરમિયાન બે ઇસમો ભાગી છુટવામાં સફળ થયાં હતા.
લોકોએ પકડેલા બે ચીટરોને મેથીપાક આપી પોલીસને સોંપી દેવામાં આવ્યાં હતા. આ બનાવને પગલે મોટું લોકટોળું જમા થઈ ગયું હતું. ઘટના બાદ હેબતાઈ ગયેલું દંપતી અને નગરજનોમાં કીમ વિસ્તારમાં વધતાં જતાં આવા બનાવો મુદ્દે આવનારા દિવસો કપરાં હોવાનું જણાવી ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી માગ કરાઈ રહી છે.
સુરતના અડાજણ વિસ્તારના ચીટરો..?
કીમમાં પકડાયેલા ચીટરો પૈકી જીજે પ વીવી ૪૨૩૮ નંબરની રિક્ષાનો ચાલક યુસુફ મો. લોકટોળાંના હાથે ચઢી જતાં તેને ટોળાંએ બરાબરનો મેથીપાક ચખાડÛો હતો. પૂછપરછમાં ગોળ-ગોળ જવાબ આપતાં તે ઉપરોકત ઇસમોને ઓળખતો ન હોવાનું જણાવ્યું હતું. તેમજ તેઓ સુરતના અડાજણ વિસ્તારના ત્રણે ચીટરો હોવાની વાત કરી હતી અને તેઓએ કીમ કોઠવામાં આવેલી દરગાહે જવાનું કહી રિક્ષામાં બેઠા હતા. પોલીસને રિક્ષાચાલક યુસુફે તેટલી જ વિગતો આપી હતી. જો કે પોલીસે રિક્ષાચાલકને ૧૫૦૦ રૂપિયાનો મેમો પણ પકડાવ્યો હોવાનું જાણવા મળે છે.
લોકોનો માર ખાનાર ચીટર હોસ્પિટલમાં
કીમમાં રવિવારે મોડી સાંજે દંપતી પાસેથી મોબાઈલ અને પાકીટ તફડાવી ભાગવા જતાં ચાર પૈકી બેને લોકોએ મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો. જેમાં એક રિક્ષાચાલક યુસુફ હોવાનું જાણવા મળે છે. જ્યારે બીજા ચીટરને લોકોએ વધુ માર મારતાં તે હાલમાં સુરતની નવી સિવિલમાં સારવાર લઈ રહ્યો છે. જો કે પોલીસ આ ચીટરનું નામ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં જાણી શકવામાં અસમર્થ રહી હોવાનું જાણવા મળ્યું છે.