• Gujarati News
  • ચીખલી પાસે હત્યા કરાયેલા યુવાનની ઓળખ થઈ

ચીખલી પાસે હત્યા કરાયેલા યુવાનની ઓળખ થઈ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી ને.હા.નં.૮ના હોન્ડ ગામની હદમાંથી પસાર થતી કાવેરી નદીના જુના પુલ ઉપરથી એક યુવાનની લાશ તા.૩૧-૮-૨૦૧૨ના રોજ મળી આવી હતી. મરનારની ઓળખવિધિ થઈ જતા પોલીસને હાશકકારો થયો છે.
હોન્ડ ગામની હદમાંથી પસાર થતી કાવેરી નદીના જુના પુલ ઉપરથી એક અજાણ્યા યુવાનની લાશ મળી હતી. આ લાશ કોની છે તે અંગે ચીખલી પોલીસે શોધખોળ આરંભી હતી. પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. પોલીસે મરનારનું પી.એમ. કરાવતા માથાના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે માર મરાયાનું બહાર આવ્યું હતું.
જોકે, ચીખલી પોલીસે મરનારની ઓળખ માટે તેના ફોટો સાથે મુંબઈ-અમદાવાદ જતી ટ્રાન્સપોર્ટની ટ્રકો ઉપર પોસ્ટરો લગાજી તપાસ શરૂ કરતા મરનાર સુવિધા રોડવેઝ મુંબઈ દહીંસરની ટ્રાન્સપોર્ટમાં છેલ્લા બે વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. તેનું નામ રણજીત સામાય શાંતારામ ચૌહાણ (ઉ.વ.૨૫) રહે.રમવાપુર, પો.ખરારહા, તા.બાસી, જિ.સિધ્ધાનગર, યુ.પી.નો હોવાનું બહાર આવ્યું હતું. તે તા.૩૦-૮-૨૦૧૨ના રોજ દહીંસરથી ટ્રક નં.એમ.એચ.૪૩-ઇ-૩૦૭૧માં સ્ક્રેપ સ્ટીલનો ભંગાર લઈને ખેડા જવા માટે નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં જ ભંગારની લેતીદેતીમાં અને લેવડદેવડમાં કોઈ ટ્રકના ડ્રાઇવરે જ મોતને ઘાટ ઉતાર્યો હોવાનું રોડવેઝના સંચાલક જણાવી રહ્યા હતા. ટ્રકમાં લઈ જવાતો ભંગાર તથા ટ્રક પણ ગુમ થઈ ગઈ છે ત્યારે આ ટ્રક ડ્રાઇવરને કોણે મારી નાખ્યો તેની શોધખોળ પોલીસ કરી રહી છે.