• Gujarati News
  • ચર્મરોગ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો

ચર્મરોગ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી વિભાગ કુષ્ટરોગ નિવારણ મંડળ અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ મરોલીના સંયુકત ઉપક્રમે મરોલી વશી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા વિનામૂલ્યે ચર્મરોગ નિદાન અને સારવાર શિબિરમાં ૧૭૫ દર્દીઓને દવા અપાઇ હતી. ચર્મરોગ નિષ્ણાંત ડો.અજયભાઈ મોદી, સેલવાસના ડો.સંજયભાઈ ઉપરાંત ડો.અંબુભાઈ ગજજર, ડો.ચેતનભાઈ પટેલ, ડો.મધુરિકાબેન નાયક, ડો.પ્રતિમાબેન પટેલે સેવા આપી હતી. મરોલી જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ અક્ષયભાઈ દેસાઈ તથા કુષ્ટરોગ નિવારણ મંડળના પ્રમુખ રમેશભાઈ વશી અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પના ચર્મરોગના દર્દીઓને નવસારી વિભાગ કુષ્ટરોગ નિવારણ મંડળ સંચાલિત દવાખાનામાં દર સોમવાર, બુધવાર અને શુક્રવારના રોજ બપોરે ૩થી ૫ દરમિયાન ડો.અંબુભાઈ ગજજર તપાસી વિનામૂલ્યે દવા આપશે.