• Gujarati News
  • આંતરિક રસ્તાઓનું ખાતમુહૂર્ત

આંતરિક રસ્તાઓનું ખાતમુહૂર્ત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી તાલુકાના સાલેજ ગામે રૂ. ૧૩.૬૦ લાખના ખર્ચે મહાત્મા ગાંધી ગ્રામ સચિવાલય (બીએનઆરજીએસકે)ના બાંધકામ કેન્દ્ર સરકારમાંથી મળેલી ગ્રાંટ રૂ. ૧૦ લાખ તથા રાજ્ય સરકાર રૂ. ૩.૬૦ લાખની ગ્રાંટમાંથી તૈયાર કરવામાં આવશે. આ મકાનમાં એમપી થિયેટરની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે. આમ અધ્યતન ટેકનોલોજી સાથેનું આ મકાન સાલેજ ખાતે તૈયાર કરાશે. જિલ્લા ભાજપના મહામંત્રી અને સાલેજના વતની જયેશભાઈ નાયકે જણાવ્યું હતું કે ગામ ખાતે અધ્યતન પંચાયતઘર બનશે, સાથોસાથ ચોગાનમાં રૂ. ૮.૫૦ લાખના ખર્ચે ડામરકામ કરવામાં આવશે. રૂ. ૧.૫૦ લાખના ખર્ચે બ્લોક પેવર બેસાડવામાં આવશે તથા રૂ. ૧.૫૦ લાખના ખર્ચે આંતરિક રસ્તાઓના કામો કરવામાં આવશે જેનું ખાતમુહૂર્ત કરાયું છે.