• Gujarati News
  • યુવા મહોત્સવમાં નારણ લાલા કોલેજની સિદ્ધિ

યુવા મહોત્સવમાં નારણ લાલા કોલેજની સિદ્ધિ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોર તાલુકાનો ૧૪મો યુવા મહોત્સવ કેરવેલ સ્કૂલ, એરૂ ખાતે યોજાયો હતો. જેમાં નારણ લાલા કોલેજે ખૂબ જ ઉજજવળ દેખાવ કર્યો હતો. ખુલ્લા વિભાગની શીઘ્ર વકતૃત્વ સ્પધૉમાં ટી.વાય. બી.સી.એ.ની વિધ્યાર્થિની ખુશ્બુ ટી. શાહે પ્રથમ ક્રમ અને બ વિભાગની એકપાત્રીય અભિનય સ્પધૉમાં િદ્વતીય ક્રમ તેમજ એફ.વાય. બી.એસસી.ની વિધ્યાર્થિની પાર્થવી એસ. મેવાડાએ એકપાત્રીય અભિનય સ્પધૉમાં િદ્વતીય ક્રમ અને એફ.વાય. બી.કોમ.ની વિધ્યાર્થિની શિવાની આર. ચાહવાલાએ અ-વિભાગની એકપાત્રીય અભિનય સ્પધૉમાં તૃતીય ક્રમ પ્રાપ્ત
કર્યો છે.
આ સિદ્ધિ માટે ચેરમેન મહેશભાઈ કંસારા, ડાયરેકટર ડો.આર.સી.ગાંધી, ઇન્ચાર્જ આચાર્ય ડો.સુનિલભાઈ નાયક, પ્રો.ચિરાંગીબેન દેસાઈએ વિદ્યાર્થીઓને અને માર્ગદર્શક સ્ટાફમિત્રોને અભિનંદન પાઠવ્યા હતા અને જિલ્લા કક્ષાએ પણ વિધ્યાર્થિનીઓ સુંદર દેખાવ કરે એવી શુભેચ્છા પાઠવી હતી.