• Gujarati News
  • ઓલપાડમાં ૧૨ કરોડનું તાલુકા સેવા સદન બનશે

ઓલપાડમાં ૧૨ કરોડનું તાલુકા સેવા સદન બનશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ તાલુકાની જનતાના નાણાં-સમય શકિતની બચત સાથે તેને જરૂરી વિવિધખાતા- કર્મચારીઓની સરકારી સેવાનો લાભ એકજ જગાએથી પ્રાપ્ત થાય તેવી ભાવનાના ભાગરૂપે આધુનિક તમામ સવલતોથી સુસજજ અને અરજદારને બગીચો, પીવાનું ઠંડુપાણી, બેસવાની સારી વ્યવસ્થા સાથે ઓલપાડમાં તાલુકા સેવા સદન બનશે. તેવું માર્ગ મકાન વિભાગના મંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું. ઓલપાડમાં સોમવારે રૂ. ૧૨ કરોડ ૧૬ લાખથી વધુના ખર્ચે નવનિર્મિત થનાર તાલુકા સેવા સદનની ખાર્ત મુહૂgતવિધિ સંપન્ન થઇ હતી. કાર્યક્રમ પ્રારંભે ધારાસભ્ય કિરીટ પટેલે સૌને આવકાયૉ હતા.