• Gujarati News
  • ઝેરી દવા પી ૧૩ વર્ષની તરુણીનો આપઘાત

ઝેરી દવા પી ૧૩ વર્ષની તરુણીનો આપઘાત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ તાલુકાના ખોલવડ ગામની સીમમાં ખેતીવાડી કામમાં ૧૩ વર્ષીય તરૂણી કંકુબેન જીવણભાઇ વાઘેલા શનિવારના રોજ બપોરના ૧૨:૩૦ કલાકે નાનીબેન સાથે જમવા બાબતે ઝઘડો થતા કપાસમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી.
ત્યારબાદ તરુણીને ઉલટી થતા સારવાર માટે ઇમરજન્સી એમ્બયુલન્સ સેવા ૧૦માં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, તરુણી હોસ્પિટલમાં પહોંચે તે પહેલા તેનું મોત નીપજયુ હતુ. સિવિલ હોસ્પિટલમાં તરૂણી કંકુબેનને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી. પોલીસે તેની લાશ પીએમ માટે ખસેડી હતી. આ અંગે કામરેજ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનના જમાદાર હેમંતકુમાર અકસ્માત મોત અંગેનો ગુનો નોંધાયો હતો.