• Gujarati News
  • ગણેશ મંડળ સંગઠન દ્વારા વિવિઘ કાર્યક્રમ

ગણેશ મંડળ સંગઠન દ્વારા વિવિઘ કાર્યક્રમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર નવસારી વિસ્તારમાં આનંદ ઉલ્લાસપૂવeક ગણેશ ઉત્સવ ઉજવાય રહ્યો છે. સમસ્ત નવસારી વિભાગ ગણેશ મંડળ સંગઠન દ્વારા ગણેશ ઉત્સવ તથા વિસર્જન પ્રક્રિયા સારી રીતે સંપÌા થાય તે માટે સંગઠનના કાર્યકર્તાઓ જહેમત કરી રહ્યા છે. દરેક ગણેશ મંડળોએ તેમના પરવાનગી અંંગેના ફોર્મ જેતે વિસ્તારના ઝોન કિન્વનરનો સંપર્ક કરી તાત્કાલિક ભરી દેવા. મંડળ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
આગામી તા.૨૭ને ગુરુવારના રોજ શ્રી સ્વામી વિવેકાનંદની ૧પ૦મી જન્મજયંતી નિમિત્તે આંતરસ્કૂલ નબિંધ લેખન સ્પધૉ, વકતૃત્વ સ્પધૉ તથા ચિત્રકામ સ્પધૉ રાખવામાં આવી છે. આ સ્પધૉ બપોરે ૨.૦૦ કલાકે કન્યાશાળા નં.૧ લાઇબ્રેરી ખાતે નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓની સ્પધૉ યોજવામાં આવી છે. બપોરે ૨.૩૦ કલાકે શેઠ આર.જે.જે. હાઇસ્કૂલ હોલ, જૂનાથાણા ખાતે નવસારી વિસ્તારની ખાનગી પ્રાથમિક શાળાઓની સ્પધૉ યોજવામાં આવી છે. બપોરે ૩.૩૦ કલાકે સરદાર પટેલ હાઈસ્કૂલ, જલાલપોર રોડ ખાતે નવસારી વિસ્તારની તમામ શાળાના ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓની સ્પધૉ યોજવામાં આવી છે. સંગઠનના સંકલિત ગણેશ મંડળો દ્વારા મહાઆરતીઓનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૪ના રોજ સાંજે ૮.૦૦ કલાકે શ્રીકૃષ્ણ સોસાયટી બાળ યુવક મંડળ, આશાનગર ખાતે, તા.૨પના રોજ સાંજે ૮.૩૦ કલાકે બાળ ગણેશ મંડળ આનંદભુવન ચાલ, જલાલપોર રોડ ખાતે, તા.૨૬ના રોજ સાંજે ૭.૩૦ કલાકે બાળ ગણેશ મંડળ, હીરામેન્શન ખાતે, તા.૨૭ને ગુરુવારે સાંજે ૭.૩૦ કલાકે સ્તુતી ગણેશ મંડળ, ટાવર
પાસે તથા સાંજે ૮.૩૦ કલાકે શ્રી મંકોડિયા યુવક મંડળ, મંકોડિયા, દુધિયાતળાવ, નવસારી ખાતે તથા તા.૨૮ને શુક્રવારે સાંજે ૮.૩૦ કલાકે સાવeજનિક ગણેશ મંડળ, રેલરાહત કોલોની, દશેરા ટેકરી, નવસારી ખાતે મહાઆરતી થશે.