• Gujarati News
  • કર્ણાવતીની અડફેટે મછાડના રહીશનું મોત

કર્ણાવતીની અડફેટે મછાડના રહીશનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
& સચીન રેલવે સ્ટેશન નજીક કર્ણાવતી એકસપ્રેસ ટ્રેનની અડફેટે મછાડના શખ્સનું મોત નીપજયું હતું. બે દિવસ અગાઉ સચીન રેલવે સ્ટેશનની ઉત્તરે સવારે ૯.૫૦ કલાક પહેલા અમદાવાદથી મુંબઈ તરફ જતી કર્ણાવતી એકસપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા એક શખ્સનું સ્થળ પર જ મોત નીપજયું હતું. આ મૃત્યુ પામનાર શખ્સની આજે રવિવારે ઓળખ થયાનું રેલવે પોલીસે જણાવ્યું હતું. મરનાર શખ્સનું નામ અરવિંદભાઈ ગાંડાભાઈ પટેલ હતું. સચીન જીઆઈડીસીમાં આવેલી પ્રફુલ કંપનીમાં આ શખ્સ કામ કરતો હતો. ૫૩ વર્ષની વયના અરવિંદભાઈને લગ્નજીવન થકી ત્રણ સંતાનો છે, જેમાં એક છોકરો અને બે છોકરી છે.