• Gujarati News
  • પાલિકાની શાળામાંથી પાંચ લેપટોપ ચોરાયા

પાલિકાની શાળામાંથી પાંચ લેપટોપ ચોરાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછામાં રવિવારે બપોરે નગર પ્રાથમિક શાળાના તાળા તોડી ચોર પાંચ લેપટોપની ચોરી કરી લઇ ગયાની વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રીઝવાન મોહમંદ અસલમ શેખ (ઉ.વ.૨૪) સગરામપુરામાં નવા હોલી મહોલ્લો, વોર્ડ નં.૨ ખાતે રહે છે. તે દિલ્હી ખાતે આવેલી દેવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જોબ કરે છે. આ કંપનીએ કેન્દ્ર સરકારના આધાર (યુનિક આઇડી) કાર્ડ બનાવવાનો કોન્ટ્રાકટ રાખેલો છે. આ પ્રોજેકટમાં રીઝવાન સુરત ડસ્ટિ્રીકટ કો-ઓિર્ડનેટર છે. આ પ્રોજેકટ અંતર્ગત વરાછામાં ખાડી મહોલ્લા ખાતે આવેલી નગર પ્રાથમિક શાળા નં.-૬૮, ૬૯માં છેલ્લા દોઢ મહિનાથી કામ ચાલતું હતું. રવિવારે બપોરે ૧-૦૦ થી૧-૩૦ કલાક દરમ્યાન શાળાનાં તોળાં તોડી કંપનીના પાંચ નંગ લેપટોપની ચોરી થઇ ગઇ હતી. એક લેપટોપની કિંમત રૂ.૯૦૦૦ લેખે કુલ રૂ.૪૫૦૦૦ની ચોરી થઇ ગઇ હતી. આ અંગે રીઝવાને વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.