• Gujarati News
  • કાપોદ્રામાં યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

કાપોદ્રામાં યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાપોદ્રા સ્પીનીંગ મિલ પાસે આવેલી દિનદયાળ સોસાયટીમાં રહેતા યુવાને શુક્રવારે રાત્રે કોઇક અગમ્ય કારણોસર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. કાપોદ્રા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ છનાભાઈ કીકાભાઈ રાઠોડ કાપોદ્રામાં આવેલી સ્પીનિંગ મિલ પાસે દિનદયાળનગરમાં મકાન નં.૩૨૧ ખાતે રહે છે. તેનો ૨૨ વર્ષીય પુત્ર મહેન્દ્ર રાઠોડ સંચા મશીનનું રપિેરિંગનું છુટક કામકાજ કરતો હતો. શુક્રવારે મોડીરાત્રે કોઇક અગમ્ય કારણોસર મહેન્દ્રએ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવાન પુત્રએ અચાનક આપઘાત કરી લેતા મહેન્દ્રના પિતા ઊંડા આઘાતમાં પડી ગયા હતા. પુત્ર મહન્દ્ર તેના પરિવારનો આધાર હતો. તેમણે કાપોદ્રા પોલીસને જાણ કરતાં પોલીસે મહેન્દ્રના આપઘાતનું કારણ શોધવા તપાસ શરૂ કરી છે.