• Gujarati News
  • બારડોલીમાં જુગાર રમતા ૪ ઝબ્બે

બારડોલીમાં જુગાર રમતા ૪ ઝબ્બે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીના રાજ માર્ગ ઉપર આવેલ જૈન મેકિલ નજીકના હરીકૃપા એપાર્ટમેન્ટમાં રવિવારના રોજ સાંજના સમયે સુરત જિલ્લા પોલિસ અધિકારી પ્રદપિ સેજુલ અને બારડોલી પોલીસે મુકેશ બ્úદ્ધદેવના ઘરમાં ચેક કરી ચાર વ્યક્તિને જગ્યા પર જુગાર રમતા પકડી લઈ ૩.૨૪ની મતા કબજે લીધી હતી.
રવિવારના રોજ સુરત જિલ્લા પોલીસ અધિકારી પ્રદપિ સેજુલ બારડોલીમાં દારૂ જુગારના અડ્ડાઉપર રેડ પાડ્યા મેદાનમાં નીકળ્યા હતા. તેઓ પી.એસ.આઈ પટેલીયા તથા એ.એસ.આઈ કે. કે. સુરતી, હે.કો પ્રવીણભાઈ તથા અન્ય સ્ટાફના મા ણસો સાથે રાખી બારડોલી નગરના રાજ માર્ગ ઉપર આવેલ જૈન મેડિકલની નજીકના હરિકૃપા એપૉટમેન્ટ ખાતે ફ્લેટ નં. ૩માં રહેતા મુકેશ બુદ્ધદેવના ઘરે જુગારના અડ્ડાઉપર રેડ
પાડી હતી.
રેડમાં પોલીસને મુકેશના ઘરમાંથી ગંજીપા પર હાર જીતનો જુગાર રમતા ત્રણ વ્યક્તિ દિનેશ જેેઠાલાલ પટેલ, ધીરુ ગોવિંદ પટેલ, (બેને રહે, બારડોલી) તેમજ સુરતના ઈન્દ્રરામ ચેપ વાંસવાની તેમજ મુકેશ રોકડા રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ચાર મોબાઈલ કબજે લઈ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.