• Gujarati News
  • ગેરકાયદે બાંધકામો દૂર કરવા આદેશ

ગેરકાયદે બાંધકામો દૂર કરવા આદેશ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકાર હસ્તકની જમીનમાં ગેરકાયદેસર રીતે કબજો જમાવી અસામાજિક પ્રવૃતિ કરનારા તત્વોને તાત્કાલીક દૂર કરવા માટે જિલ્લા કલેકટર અશોક શાહે જમીનની માલિકી ધરાવતા વિભાગોને સૂચના આપી હતી.
આજે કલેકટર કચેરીમાં સુરત જિલ્લા પંચાયત પ્રમુખ અશિ્ર્વનભાઇ પટેલ, ધારાસભ્ય સર્વ નાનુભાઇ વાનાણી, કિશોરભાઇ વાંકાવાલા તથા કિરીટભાઇ પટેલે પ્રજાના હિતને સ્પર્શતી રજુઆતો કરી હતી.
બેઠકમાં કામરેજ તાલુકાના અંબોલી ગામથી પસાર થતાં નેશનલ હાઇવે નં-૮ ચાર રસ્તા પાસે રોડ માર્જિનની જગ્યાઓમાં, ઓલપાડ- કીમ રોડ પર તથા રામપુરા અશકતા આશ્રમ પાસે બંધાયેલા બિનઅધિકÀત બાંધકામો ગેરકાયદેસર પ્રવૃતિનું આશ્રયસ્થાન બની ગયું હોવાનું પદાધિકારીઓએ રજુઆત કરી હતી.આ ઉપરાંતદિનબંધુ હોસ્પીટલ પાસે અન્ડર ગ્રાઉન્ડ ગટર લાઇન, કામરેજ ચાર રસ્તા સર્વિસ રોડ બનાવવા અંગેની રજુઆત બાબતે કલેકટરએ નેશનલ હાઇવે- ઓથોરીટી ઓફ ઇન્ડિયાના અધિકારીને સૂચના આપી હતી.ધારાસભ્યની જુના બહુમાળી મકાનમાં પાર્કીગની વ્યવસ્થા માટેની રજૂઆત અંગે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે સરકારમાં દરખાસ્ત કરવા જણાવ્યું હતું.
આ બેઠક અગાઉ જિલ્લાના અધિકારીઓની મળેલી બેઠકમાં અધિક કલેકટર આર.બી. બારડે, નાગરીક અધિકાર ખરડા અન્વયે, બાકી પેન્શન કેસો, ત્રણ માસ ઉપરના બાકી પડતર કાગળો, સરકારી બાકી વસૂલાત પેન્શન કેસો સરકારી લેણાં બાબતે વિસ્તૃત સમી-ાા કરી હતી.
આ વેળાએ એ.ટી.વી.ટી અંતર્ગત અરજીઓના નિકાલ અંગેની પ્રોસેસ બાબતેની માહિતી એન.આઇ.સી ના અધિકારી ચાવડાએ આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રેમ્યા મોહન, રેન્જ-૨ ના નાયબ પોલીસ કમિશનર એસ.કે. દવે, પ્રાયોજના વહીવટદાર દેવાંગ દેસાઇ, પ્રાંત અધિકારીઓ, તથા અન્ય વિભાગના અધિકારીઓ હાજર રહયા હતા.