• Gujarati News
  • ડાંગની પૂર્વપટ્ટીમાં અપૂરતો વરસાદ

ડાંગની પૂર્વપટ્ટીમાં અપૂરતો વરસાદ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લામાં ચોમાસામાં પ્રથમ વખત નોંધપાત્ર વરસાદ થતા અંબિકા નદી બંને કાંઠે વહેવા માંડી છે. જોકે પૂર્વપટ્ટીમાં હજુ પણ ખેડૂતો સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
ડાંગ જિલ્લામાં આદિવાસી ખેડૂતો આકાશી ખેતી એટલે કે વરસાદના પાણી એજ પાક લેતા હોય છે, મુખ્ય આધાર જ ચોમાસાનો હોય છે. ચાલુ સઝિને વરસાદ ખેંચાતા એક સમયના ચેરાપુંજી તરીકે ઓળખાડા ડાંગ જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા હતા. હાલ પણ અંબિકા નદીના કેચમેન્ટ વિસ્તારમાં જ સારો વરસાદ છે અને આ વિસ્તારના ખેડૂતો સારા વરસાદથી ખુશખુશાલ થઈ ગયા છે અને ડાંગર તથા નાગલીની રોપણીમાં જોતરાયા છે. બીજી તરફ ડાંગ જિલ્લાની પૂર્વપટ્ટીના વિસ્તારમાં હજુ પણ રોપણીલાયક વરસાદ થયો નથી અને ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જોકે છેલ્લા બે દિવસથી સારા વરસાદને પગલે જિલ્લામાં શીતલહેર વ્યાપી જવા પામી છે. આ ઉપરાંત ગિરિમથકનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.