સોગનઢ ખાતે જિલ્લા એલસીબી પોસઈ ચૌહાણ પોકો. ગણપતસિંહ રૂપસિંહ તથા સ્ટાફે વાહનચેકિંગ દરિમયાન પૂરપાટ ઝડપે બાઈક હંકારી આવેલા એક ચાલકને શંકાના આધારે પૂછપરછ કરી હતી. આખરે ચાલક યાકુબ ગામીત (રહે. રામપુરા કાનાદેવી, સોનગઢ)એ ચોરીની બાઈક હોવાની કબૂલાત કરતાં પોલીસે તેની અટક કરી હતી. એલસીબીએ વાહનચેકિંગ દરમિયાન ચોરીની બાઈક સાથે ઝડપાયેલ આરોપી નવાપુર કાર્યવિસ્તારનો બાઇકચોરીનો વોન્ટેડ આરોપી હતો.