• Gujarati News
  • મોરાઇની કંપનીની બસે કામદારને કચડી માર્યો

મોરાઇની કંપનીની બસે કામદારને કચડી માર્યો

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરાઇ ગામે સ્થિત વેલસ્પન કંપનીની સ્ટાફ બસે સોમવારે બપોરે કંપનીના જ કામદારને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. બનાવને લઇ કામદાર વર્તુળમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. બનાવની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી જરૂરી તપાસ હાથ ધરી હતી.
મોરાઇની વેલસ્પન કંપનીના કામદારો સોમવારે બપોરે ૩.૩૦ કલાકે નોકરી પૂર્ણ કરી ઘરે જવા ઊભા હતા.દરમિયાન કંપનીની બસ (નં.જીજે-૧૫-વી-૭૮૬૬) કંપની આગળ ઊભી રહેતાં તેમાં કામદારો બસમાં ચઢી રહ્યા હતા, ત્યારે બસના ચાલકે અચાનક હંકારી મૂકતાં બસમાં ચઢી રહેલો કામદાર સંગ્રામ કેશર સમલ (ઉ.વ-૨૩, રહે.ઓરિસ્સા કેન્દ્રપાડા) બસના પાછળના ટાયરમાં આવી ચગદાઇ જતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં કામદારો દોડી આવ્યાં હતા.
આ ઘટનાના પગલે કામદાર આલમમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. કામદારોએ બનાવની જાણ વાપી ટાઉન પોલીસ મથકને કરતાં પોલીસે સ્થળ પર પહોંચી જરૂરી તપાસ હાથ ધરી હતી. આ અંંગે ધનેશ્ર્વર મલિકે ફરિયાદ આપતાં પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કામદાર સંગ્રામને અકસ્માતમાં મોત નપિજાવનાર બસ ચાલક સંતોષ વાપી ટાઉન પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. અકસ્માતના પગલે કામદારોમાં બસના ચાલક સામે રોષની લાગણી પ્રસરી ગઇ હતી.