• Gujarati News
  • બિસમાર માર્ગથી જનતા પરેશાન

બિસમાર માર્ગથી જનતા પરેશાન

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોગામા ગામના ગામતળમાં જવાનો આંતરિક રસ્તો અત્યંત બિસમાર બનતા ગ્રામજનો તોબા પોકારી ઉઠ્યા છે. અત્યંત બિસમાર બનેલા માર્ગથી શાળાએ આવતાજતા બાળકો સાઇકલથી નીચે પટકાવાની નોબત આવી છે. આ બિસમાર બનેલો માર્ગ રપિેર કરવાની માગ પ્રબળ બની છે.
ચીખલી તાલુકાના નોગામા ગામના ગાતમળ, રોહિતવાસ, પટેલ ફિળયા વગેરે વિસ્તારમાંથી પસાર થતા સરૈયા ટાંકલ મુખ્યમાર્ગને જોડતો ગામનો મહત્વનો જૂનો ડામર રોડ બારેક વર્ષ અગાઉ સરકારી યોજનામાં ડામર સપાટીવાળો બનાવવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ વર્ષો થવા છતાં માર્ગની મરામત કે જાળવણી ન કરાતા ઉબડખાબડ બની માર્ગમાં મસમોટા ખાડા પી જતા પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ છે કે શાળાએ સાઇકલ ઉપર જતા બાળકો પટકાવાની નોબત આવી છે. અને આ માર્ગ ૧ હજારથી વધુની વસતિના લોકોને સાંકડતો આવ્યો છે. આ માર્ગ ગ્રામજનો માટે અતિઉપયોગી છે અને રોજિંદા અવરજવર માટે પણ ઉપયોગી છે. ત્યારે આ માર્ગની અવદશાથી સ્થાનિક રહીશો તોબા પોકરી ઉઠ્યા છે. આ માર્ગની મરામત કરવાની માગ પ્રબળ બની છે.
રજૂઆત છતાં
પરિણામ નહીં
^રસ્તો સાવ બગડી જતા તે રપિેર કરવા માટે વારંવાર તાલુકામાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ ચોક્કસ પરિણામ આવ્યું નથી અને ગ્રામજનો દુ:ખી થઈ રહ્યા છે. સરસ્વતીબેન પટેલ, સરપંચ, નોગામા
રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો

^અમારા ગામનો મહત્વનો અને અતિઉપયોગી માર્ગ દિવસે દિવસે બગડતો જતા રસ્તાનું અસ્તિત્વ જ મટી ગયું છે અને રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તો એ સમજાતું નથી. રસ્તો સુધારવાની ખૂબ જરૂર છે.
મોહનભાઈ પટેલ, રહેવાસી, નોગામા
અગ્રીમતાના ધોરણે માર્ગની મરામત જરૂરી
^ગ્રામજનોની પાયાની સગવડ માર્ગ હોય છે જે અમારા ગામમાં નથી અને મહત્વનો અને અતિઉપયોગી માર્ગ અત્યંત બિસમાર બનતા ગામના બાળકો સહિત નાના મોટા દરેક વ્યક્તિઓ દુ:ખી થઈ રહ્યા છે. ડામર રસ્તો જ્યારે થશે ત્યારે થશે. પરંતુ હાલમાં અગ્રીમતાના ધોરણે માર્ગની મરામત કરવી જોઈએ. યોગેન્દ્રભાઈ, યુવા અગ્રણી, નોગામા