• Gujarati News
  • કામરેજમાં કાંડા ઘડિયાળના મામલે યુવક પર હુમલો કરાયો

કામરેજમાં કાંડા ઘડિયાળના મામલે યુવક પર હુમલો કરાયો

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાર દિવસ અગાઉ કામરેજ ચાર રસ્તા નજીક આવેલા ધરમ એમ્પાયર શોપિંગ સેન્ટર ખાતે ઊભેલા એક યુવાનની કાંડા ઘડીયાર પડી ગઈ હતી. જે કારમાં આવેલા ત્રણ ભરવાડ યુવાનોને મળી આવી હતી.પોતાની ઘડિયાળ માંગવા જતા આ યુવકને ત્રણેય ભરવાડ યુવકો તથા અન્ય ત્રણ બીજા યુવાનો બોલાવી છ જણાએ મળીને ઢોર માર માર્યો હતો. બાદમાં આ ઘાયલ યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કામરેજ તાલુકાના આંબોલી ખાતે આવેલ અમર એપાર્ટમેન્ટમાં અનિલ કિશોરભાઈ પટેલ (૨૫) રહી બીએનો અભ્યાસ કરે છે. ગત ૧૨મી જુલાઈના રોજ સાંજના ૪.૦૦ કલાકે કામરેજ ચાર રસ્તા પાસે સુરત રોડ પર આવેલ ધરમ શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પુલ ગેમ રમવા માટે આવ્યો હતો. પરંતુ શોપિંગમાં વીજ પુરવઠો ન હોવાથી દુકાનની બહાર નીકળી પગથીયા ઉપર વીજપુરવઠો આપવાની રાહ જોઈ રહ્યો હતો. હાથમાં પહેરેલ કાંડા ઘડીયાર નીચે પડી ગઈ હતી.
તે સમયે ફોર વ્હીલ સ્કોgપિયો ગાડીમાં લાલીયો તથા બીજા બે ભરવાડ ઈસમો આવ્યા હતાં. અને લાલીયાના હાથમાં અનિલની ઘડીયાળ પણ જોતા આ ઘડીયાળ મારી છે તેમ કહેતા લાલીયો ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી ફોન કરી બે જેસિંગ ભરવાડ તથા રણછોડ ભરવાડને બોલાવ્યા હતાં. જેસિંગ અને રણછોડ અને અન્ય એક ઈસમ આઈ ૨૦ કાર લઈને આવ્યા હતાં. લાલીયાએ જણાવ્યું આ માણસ દાદાગીરી કરે છે. તેમ કહેતા લોખંડના પાઈપ તથા લાકડી અને જેસિંગ હાથમા પહેલા કડુ માર-મારી લોખંડનો પાઈપ લાલીયાએ છાંતી તથા પાસળીના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી નાસી છુટયા હતાં.
જે અંગે અનિલે ઘરે ફોન કરી પરિવારને જાણ કરી ખોલવડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. રવિવારના રોજ લાલીયો ડેડો, જેસિંગ ભરવાડ, રણછોડ ભરવાડ તથા બીજા ત્રણ અજાણ્યા ભરવાડો વિરુદ્ધ રાયોટિંગ અને માર મારી ફરિયાદ આપતાં વધુ તપાસ પીએસઆઈ વી. એ. દેસાઈ કરી રહ્યાં છે.