અંક્લેશ્વરના સોની વેપારી પર કરવામાં આવેલા ફાયરિંગ કેસમાં બેની ધરપકડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંક્લેશ્વરના સોની વેપારી પર કરવામાં આવેલા ફાયરિંગ કેસમાં બેની ધરપકડ ભરૂચ એલસીબીએ ૮ લૂંટારુંઓને કર્યા હતાં ઝબ્બે -અંકલેશ્વર શહેર પોલીસે સબજેલમાંથી બંન્નેનો કબ્જો મેળવ્યો હતો -ર્કોટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર -ચોરીની ઈનોવા કારમાં આવેલા ૪ લૂંટારુંઓએ કર્યો હતો હુમલો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ- અંક્લેશ્વર સહિ‌ત સુરત વડોદરા જિલ્લામાં પણ લૂંટની ઘટનાને અંજામ આપનાર ટોળકીના આઠ સાગરિતોને ઝડપી પાડયાં હતાં. ઝડપાયેલી ટોળકી પૈકી બે લુંટારૂઓએ અંક્લેશ્વરની ગજાનંદ સોસાયટીમાં રહેતાં એક સોની ઉપર ફાયરિંગ કરવાની ઘટનાની કબૂલાત કરી હતી. જેને પગલે અંક્લેશ્વર શહેર પોલીસે બન્નેનો ટ્રાન્સ્ફર વોરંટથી કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંક્લેશ્વર પંથકમાં એક પછી એક લૂંટની દિલધડક ઘટનાઓને અંજામ આપનાર ટોળકીના આઠ સાગરિતોને ઝડપી પાડવામાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતાં મળી હતી. ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે જીવ સટોસટીએ લૂંટારૂ ટોળકીને ઝડપી પાડી હતી. ઝડપાયેલી લૂટારૂ ટોળકીએ ભરૂચ, સૂરત તેમજ વડોદરા સહિ‌ત રાજસ્થાનમાં કુલ ૧પથી વધુ ચોરી લૂટની ઘટનાને અંજામ આપી હોવાની કબૂલાત કરી હતી.ઝડપાયેલી લૂંટારૂ ટોળકી પૈકી સંતોષસિંગ અમલસિંગ તેમજ ગુરૂશ્વરી રાજકુમાર ભારતી (બન્ને. રહે. નરેન્દ્રનગર, ગડખોલ પાટિયા)એ તેના અન્ય બે સાગરિત સાથે મળીને અંક્લેશ્વરમાં આવેલી ગજાનંદ સોસાયટીમાં રહેતાં સુનિલ સોની ઉપર હુમલો કરી ફાયરિંગ કરતાં સુનિલ સોનીના પગમાં ગોળી ધરબી દીધી હોવાની કબૂલાત કરી હતી. તેમના રિમાન્ડ પૂર્ણ થતાં તમામ આરોપીઓને ભરૂચ સબજેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં. દરમિયાન અંક્લેશ્વર શહેર પોલીસે સુનિલ સોની ઉપર કરવામાં આવેલાં ઘાતકી હુમલાના કેસમાં સંતોષસિંગ અમલસિંગ તેમજ ગુરૂશ્વરી રાજકુમાર ભારતી (બન્ને. રહે. નરેન્દ્રનગર, ગડખોલ પાટિયા)ને ટ્રાન્સ્ફર વોરંટથી ધરપકડ કરી હતી. પોલીસે તેમની સાથેના અન્ય સાગરિતોના નામ સહિ‌તની અન્ય વિગતો મેળવવા માટે તેમનેર્કોટમાં રજૂ કરતાં તેમના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં.