ગુર્જર ક્ષત્રિય સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાશે

ગુર્જર ક્ષત્રિય સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાશે

બારડોલી & | Updated - Jan 25, 2012, 04:00 AM
ગુર્જર ક્ષત્રિય સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાશે
ગુર્જર ક્ષત્રિય સમાજનો ૨૫મો રજતજયંતી મહોત્સવ અને સમૂહ લગ્નોત્સવ તા. ૨૮મીના રોજ સુરત ખાતે આવેલ શંકરનગર સોસાયટી રાંદેર રોડ ઉપર યોજાશે. આ લગ્નોત્સવનાં ૪૨ યુગલો પ્રભુતાના પગલાં માંડશે. ગુર્જર ક્ષત્રિય સમાજનો ૨૫મો ૨૮મી જયંતી ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ સમારંભમાં ભાજપ પ્રદેશના મહામંત્રી ભરતસિંહ પરમાર, ગુજરાત પ્રદેશ બક્ષીપંચના મહામંત્રી નરેન્દ્રસિંહ સોલંકી તેમજ સમાજના અગ્રણી હાજર રહી ૪૨ યુગલોને આશીર્વાદવચન આપશે. દાતાઓ દ્વારા કન્યાદાન કરવામાં આવશે. ૨૮મીના શનિવારના રોજ રાંદેર ખાતે યોજાનાર ૨૫માં મહોત્સવ માટે સમાજના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ આરંભવામાં આવી છે.

X
ગુર્જર ક્ષત્રિય સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App