• Gujarati News
  • વલસાડમાં કલાયતન દ્વારા શાસ્ત્રીય સંગીત મહોત્સવ

વલસાડમાં કલાયતન દ્વારા શાસ્ત્રીય સંગીત મહોત્સવ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજ્ય સંગીત નાટય અકાદમી દ્વારા કલાયતનના સહયોગથી વલસાડમાં ૧૫ ઓકટોબરે સાંજે ૮:૩૦ કલાકે પંડિત આદિત્યરામજી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરાયું છે. મોંઘાભાઇ દેસાઇ મેમારિયલ હોલમાં યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાત ગૌરવ પુરસ્કૃત સંગીતજ્ઞ ભીખુભાઇ ભાવસાર અતિથિ વિશેષ પદ શોભાવશે.
પંડિત આદિત્યરામજી ધ્રુપદ ગાયન તથા મૃદંગવાદનના ગાૈરવવંતા કલાકાર હતા. ઓગણીસમી સદીમાં અવતરેલા આ કલાકાર સુર તથા તાલના બેતાજ બાદશાહ હતા. તેમણે સંગીતની પ્રસ્તુતિ, સંગીતના પ્રચાર અને શિક્ષણની સાથે સાથે સંગીતાદિત્ય નામના અણમોલ ગ્રંથની સંગીતજગતને ભેટ આપી છે. ગુજરાતના પ્રતિભાશાળી કલાકારની કદરદાની માટે ગુજરાત રાજ્ય સંગીત નાટય અકાદમી પ્રતિવર્ષ સંગીત મહોત્સવનું આયોજન કરે છે. જેમાં ઉચ્ચકોટિના કલાકારોની સંગીત પ્રસ્તુતિ દ્વારા ગુજરાતના આ પનોતા પુત્રને સંગીતાંજલી અર્પણ કરવામાં આવે છે.ચાલુ વર્ષે સંગીત મહોત્સવનું આયોજન વલસાડ ખાતે કરાયું છે. જેમાં પૂનાના ધ્રુપદ ગાયન ક્ષેત્રના કલાકાર ઉદય ભવાલકર ધ્રુપદ ગાયન પ્રસ્તુત કરશે.
આ ઉપરાંત મેવાતી ઘરાનાના કલાકાર સંગીત માર્તંડ પં.શરાજજીના શિષ્ય રતન મોહન શમૉ શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરશે. જ્યારે ધ્રુપદ અને ખયાલ ગાયનના તાલના સુંદર સંમશિ્રણ સમી પખાવજ વાદન અને તબલા વાદનની જુગલબંધી અમદાવાદના કલાકાર હેમંત ભટ્ટ તથા હેતલ મહેતા પ્રસ્તુત કરશે.