મોટી પાવડ ખાતે અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

મોટી પાવડ ખાતે અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

ન્યૂઝ ઇનબોકસ | Updated - Feb 12, 2011, 04:02 AM
મોટી પાવડ ખાતે અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
મોટી પાવડ ખાતે અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
થરાદ થરાદ મોટી પાવડ મુકામે શ્રી સોમ ચિંતામણી તીથેg અંજન શલાકા અને પ્રતિષ્ઠા નવાિન્હકા મહોત્સવ પ્રસંગની રંગેચંગે પ્રારંભ થયો છે. આ મહોત્સવે સપ્તાહ સુધી વિવિધ જિન ભકિત પ્રસંગો યોજાતાં ગામ અને જૈન સમાજ જિનેન્દ્ર ભકિતના રંગે રંગાઇ ગયું છે. આ પ્રસંગે પ.પૂ. આ.ભ. શ્રીમદ્દ વજિય સોમ સુંદર સુરશિ્ર્વરજી મ.સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્દ વજિય જિનચન્દ્ર સુરશિ્ર્વરજી મ.સા., પ.પૂ. આ.ભ. સંયમ રત્ન સુરશિ્ર્વરજી મ.સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્દ વજિય યુગતિલક સુરશિ્ર્વરજી મ.સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્દ વજિય યશપ્રેમ સુરશિ્ર્વરજી મ.સા.નો વિશાળ સાધુ-ભગવંતો અને સાધ્વીજી ભગવંતો સાથે શ્રી સોમ ચિંતામણી તીથેg મોટી પાવડ મુકામે જૈન-જૈનેતર માનવ મહેરામણ સાથે વાજતે-ગાજતે થયો હતો.એક સપ્તાહ સુધી યોજાનારા વિવિધ સધાર્મિક પ્રસંગોમાં જૈન પરિવારો તરફથી કુંભ સ્થાપના, અખંડ દપિક સ્થાપના, ક્ષેત્રપાલ સ્થાપન, તોરણ સ્થાપન, પંચ કલ્યાણ પૂજા, નવકારસી, શ્રી નંદાવંત પુજન, દશ દિકપાલ પૂજન, ભૈરવ પૂજન, શ્રી ૧૬ વિધ્યા દેવી પૂજન, શ્રી નવગ્રહ પૂજન, શ્રી અષ્ટ મંગળ પૂજન સહીત સવાર બપોર અને સાંજ સધાર્મિક ભકિતનો લાભ લેવાઇ રહ્યો છે. અંજન શલાકા પ્રતિષ્ઠા નવાિન્હકા મહા મહોત્વસને લઇને મોટી પાવડ નગરના પ્રવેશðાર તથા પ્રભુજીના મંદિરને પણ શણગારવામાં આવ્યું છે.

ડીસામાં શ્રમ અને રોજગાર મંત્રીનો સત્કાર સમારોહ યોજાયો
ડીસા ડીસા મત વિસ્તારના ધારાસભ્ય લીલાધરભાઇ વાઘેલાને રાજ્યના મંત્રી મંડળમાં સ્થાન મળ્યા બાદ ગુરૂવારે પ્રથમ વખત ડીસા ખાતે આવી પહોંચતા ડીસા તાલુકા ભાજપ દ્વારા સત્કાર સમારોહ યોજાયો હતો. જેમાં તાલુકા ભાજપ પ્રમુખ બાબુલાલ માળી, મહામંત્રી મનુભાઇ બારોટ તેમજ સુમેરસિંહ વાઘેલાએ તલવાર અર્પણ કરી સ્વાગત કયું હતું. ત્યારબાદ રાજ્યસભાના સાંસદ નટુજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ ડા¸. કે.એસ.મોગરા, પૂર્વ સાંસદ હરીભાઇ ચૌધરી, ગુજરાત ગોપાલક નગિમના ચેરમેન ડા¸. સંજય દેસાઇ, ધારાસભ્ય વસંતભાઇ ભટોળ, મફતલાલ પુરોહિત, જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મગનલાલ માળી, ઠાકોર સમાજના અગ્રણી ઓધારજી ઠાકોર, સરપંચ રસીકજી ઠાકોર સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ મંત્રી લીલાધરભાઇ વાઘેલાને ફુલહાર તેમજ ખેસ પહેરાવી સન્માન કર્ય હતું.

રાજ્ય કૃષિ જમીન વિકાસ બેન્કના વાઇસ ચેરમેનની સાકરતુલા યોજાઇ
ડીસા ડીસા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઇ દેસાઇ તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય કૃષિ અને જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં વાઇસ ચેરમેન તરીકે ચૂંટાઇ આવ્યા હતા. જેથી ડીસા તાલુકાના ગોઢા ગામે આવેલ વેજુબાઇના મંદિરે ભુવાજી દેવરાજભાઇ ચાવડા (રબારી) દ્વારા સાકરતુલા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ બાબુપુરી સ્વામી, ડીસા તાલુકા સંઘના ચેરમેન જોરાભાઇ દેસાઇ, પ્રકાશચંદ્ર ભરતીયા, હાથીભાઇ દેસાઇ, માર્કેટયાર્ડના ડીરેકટર ખેતાભાઇ દેસાઇ, લીલાભાઇ પઢાર, ધુડાભાઇ મંત્રી, યુવક કોંગ્રેસ પ્રમુખ અમરત દેસાઇ, એન.એસ.યુ.આઇ. પ્રમુખ મોતીલાલ કમોડા સહિત મોટી સંખ્યામાં સરપંચો તેમજ રબારી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વન્ય પ્રાણીઓના રહેઠાણને નુકસાન કરનારા શખ્સને સજા
અંબાજી :‘બાલારામ-અંબાજીના જંગલોના હાથીદરા વિસ્તારની સર્વે નં.૪૬ ની જમીનમાં ગેરકાયદે વૃક્ષો કાપી વન્ય પ્રાણીઓના રહેઠાણને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ અંગે નાયબ વનસંરક્ષક વાય.એલ.વમૉના માર્ગદર્શન હેઠળ હાથીદરા વનપાલ એસ.એ.નાગોરી, દાંતા વનરક્ષક એમ.જી.પરમાર દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. જે અંતર્ગત ગોકળજી હતાજી આલ(રબારી) ઉ.વ.૬૦ની ધરપકડ કરાઇ હતી. અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમ ૨૭(૧) તેમજ ૨૯ હેઠળ કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેને કોર્ટમાં રજુ કરાતાં પાલનપુર સેકન્ડ સિનિયર સિવીલ જજ એસ.પી.ભટ્ટએ સરકારી વકીલ એન.સી.બારોટની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને ૧૩ દિવસની જયુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યા હતો.

સેંભર દર્શન કરવા જતા પાંચ વ્યક્તિઓને અકસ્માતમાં ઇજા
વડગામ : ખેરાલુ તાલુકાના વિઠોડા ગામના હિતેષકુમાર જોઇતારામભાઇ પ્રજાપતિ (ઉ.વ.૧૯), વજિયકુમાર ચેલાભાઇ ચૌધરી (ઉ.વ.૨૦) તેમજ વિસનગર તાલુકાના પાલડી ગામે રહેતા મેહુલકુમાર નાથાલાલ ચૌધરી (ઉ.વ.૨૦) બાઇક લઇને સેંભર ગોગના મંદિરે ગુરુવારના દિવસે દર્શન કરવા માટે આવ્યા હતા. જ્યારે પરત ફરતા ભુખલા ગામ પાસે બાઇક રોડ પર સ્લીપ થઇ જતાં આ ત્રણ યુવક ગંભીર રીતે ઘવાયા હતા.જેઓ પાલનપુર સિવિલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જ્યારે વડગામના જગદીશભાઇ રાવલ જીપ લઇને રાત્રે સેંભરથી પરત ફરતા હતા. તે સમયે લાકડાં ભરેલા ટ્રેકટરની સાઇડ લેવા જતાં ટ્રેકટરમાં લાકડાનો છેડો બહારની સાઇડમાં હોવાથી જીપને અડી ગયો હતો. જેથી જીપમાં બેઠેલા ઉવીgશી ડી.દરજી (ઉ.વ.૧૭) ને હાથે ફેકચર થઇ ગયું હતું. અને હંસાબેન રાવલને પગના ભાગે ઇજાઓ થઇ હતી.

X
મોટી પાવડ ખાતે અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App