‘ઉમંગ’ની ઝલકમાં ઝળકયું ગુજરાત

‘ઉમંગ’ની ઝલકમાં ઝળકયું ગુજરાત

Matrix News | Updated - Jan 16, 2011, 04:03 AM
‘ઉમંગ’ની ઝલકમાં ઝળકયું ગુજરાત
ગુજરાત સરકાર દ્વારા સ્વર્ણિમ ગુજરાત તરીકે આ વર્ષે ઉજવણી થઇ રહી છે. આ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના ભાગરૂપે સિનિયર સિટીજન દ્વારા આજે ગુજરાતી સંસ્કૃતિની સૌરભ પ્રસરાવતો કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. નહેરુ ફાઉન્ડેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ૭૫ વર્ષથી વધારે ઉંમરના ૬૫ જેટલા ઉમંગ સંસ્થાના વડીલોએ ભાગ લીધો હતો. વડીલોના આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર અસિતભાઇ વોરા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વડીલોને પ્રોત્સાહિત કરીનેે તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે આ આખો કાર્યક્રમ ગુજરાતી સંસ્કૃતિને રપિ્રેઝન્ટ કરતો હતો.
સ્વર્ણિમ ગુજરાતને અર્પણ કરવા માટે ગુજરાતને અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં એન્કરિંગથી લઇને તમામ ગીતો પણ ગુજરાતીમાં રજુ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં એક સિમ્બોલિક લગ્ન રજુ કરવામાં આવ્યા હતા. જેમાં ફટાણા રજુ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બેટી બચાવો પર પરિસંવાદ યોજાયો હતો. જેમાં સ્ત્રી ભ્રૂણ હત્યા કેવી રીતે અટકાવી શકાય તે રજુ કરવામાં આવ્યું હતું. ગુજરાતના ગૌરવ સમા ગરબાને પણ વૃદ્ધો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાચીન અને અવૉચીન ગરબાનું ફ્યૂઝન કરવામાં આવ્યું હતું. આખા ગુજરાતના તમામ પ્રદેશની સ્ટાઇલ હિઁચ, હૂડો, રાસ, ટિપ્પણી, હેલો અને આદિવાસી લોકનૃત્યના સ્ટેપનું કોિમ્બનેશન કરીને રજુ કરવામાં આવ્યું હતું.
યોગ અને પ્રાણાયામ સિવાય ગુજરાતનો નાથના બે કેરેકટર કીતિgદેવ અને મુંજાલ મહેતા, જેસલ-તોરલ તથા શેઠ જગડુ શાહનું કેરેકટર ભજવવામાં આવ્યું હતું. વડીલોએ પ્રખ્યાત ગુજરાતી ભાષાના યાદગાર ગીતો રજુ કર્યા હતા. જેમાં મન્નાડેએ ગાયેલા ગીત જય જય ગરવી ગુજરાત...માં વડીલોએ ૧૩ જેટલા કેરેકટરની વેશભૂષા કરી હતી. આની સાથે ‘પ્રભુ કાંઇક તો કરો’ કોમેડી નાટક પણ રજુ કરવામાં આવ્યું હતું.

X
‘ઉમંગ’ની ઝલકમાં ઝળકયું ગુજરાત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App