• Gujarati News
  • When Abhishek Bachchan Bonded With Amitabh Bachchans Ex Flame Rekha

અભિ-એશની છે બિગ બીની એક્સ પ્રેમિકા રેખા સાથે સારાસારી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક્સ પ્રેમીઓ અમિતાભ બચ્ચન અને રેખા જાહેરમાં ક્યારેય એકબીજા સાથે વાત કરતા નજરે નથી ચડ્યા. જોકે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનનો જાહેર કાર્યક્રમોમાં જ્યારે પણ અમિતાભની એક્સ પ્રેમિકા રેખા સાથે ભેટો થઈ જાય છે ત્યારે તે બહુ ઉષ્માપૂર્વક રીતે તેને મળે છે.

અમિતાભ અને રેખાએ ક્યારેય જાહેરમાં તેમના પ્રેમનો એકરાર નથી કર્યો જેના કારણે તેમનું પ્રેમપ્રકરણ વધારે ચર્ચાસ્પદ સાબિત થયું છે. અમિતાભ અને રેખાની સફળ ફિલ્મોમાં ‘દો અંજાને’, ‘સુહાગ’, ‘સિલસિલા’, ‘મિસ્ટર નટવરલાલ’, ‘ખૂન પસીના’ અને ‘ગંગા કી સૌગંધ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં અમિતાભે જણાવ્યું હતું કે જો તેમને સારી સ્ક્રિપ્ટ અને વાર્તા મળે તો તેઓ ફરીથી રેખા સાથે કામ કરવા તૈયાર છે. આ જોડી સૌથી છેલ્લી 1981માં આવેલી ‘સિલસિલા’માં જોવા મળી હતી.

ક્લિક કરીને નજર ફેરવો અભિ-એશની રેખા સાથેની નિકટતા પર...