તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Veena Malik Birthday Special, Affair With Cricketer Asif

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિણાનું આસિફ સાથે પ્રેમગીત, અભિનેત્રી-ક્રિકેટરની જૂની છે રમત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકનો આજે આજે પોતાનો 30મો જન્મદિવસ માનવી રહી છે, તેનો જન્મ 26 ફેબ્રુઆરી 1984ના રોજ રાવલપીંડી, પાકિસ્તાનના પંજાબમાં એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. હમણાં જ આવેલી ખબરો અનુસાર બોલિવૂડ અભિનેત્રી વિણા મલિકે બીજી વાર લગ્ન કર્યા છે. અરે, અરે... એવું નથી કે તેણે કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા છે પરંતુ તેણે તેના જ શૌહર અસદ બશીર ખાન સાથે બીજી વાર નિકાહ કર્યા છે. યુએસએમાં દુનિયાના સૌથી શાનદાર ક્રુઝ 'સ્પ્રાઈટ ઓફ વોશિંગટન'માં તેના લગ્નનો શાનદાર જશ્ન થયો હતો. જેમાં લગભગ 500થી વધુ લોકો શામેલ થયા હતા.
વિણા મલિકે સફેદ રંગનું લેસ ગાઉન પહેર્યું હતું :
બીજી વાર થયેલા આ લગ્નમાં વિણા મલિકે સફેદ રંગનું લેસ ગાઉન, માથા પર મુકુટ અને ગળામાં હીરાનો હાર પહેરી ઘણી ખુશ લાગી રહી હતી. તેણે આ લગ્ન વિક્ટોરિયન સ્ટાઈલમાં કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ડીસેમ્બર 2013માં ખબર આવી હતી કે વિણા મલિકે દુબઈમાં લગ્ન કરી લીધા છે, પરંતુ એ પણ સત્ય છે કે તેના બીજી વાર લગ્ન કરવાના સમાચાર પણ મીડિયામાં આવી રહ્યા છે. આ પહેલા તેઓ ક્રિસમસના દિવસે લગ્નગ્રંથિએ બંધાયા હતાં. અગાઉથી આ વાતની કોઇને જાણ ન હતી. તેના ફેન્સ માટે આ સમાચાર ચોંકાવનારા હતા. Geo ન્યૂઝ પ્રમાણે, વીણા મલિકે અસદ બશીર ખાન ખટ્ટક સાથે દુબઇમાં કોર્ટ મેરેજ કરી લીધા હતા. અસદ વીણા મલિકનો ફેમિલી ફ્રેન્ડ છે અને દુબઇ-યુએસમાં બિઝનેસ ધરાવે છે. વીણાએ આ લગ્ન પોતાની પસંદથી નહીં પણ માતા-પિતાની મરજીથી કર્યાં છે.
આ પહેલા વીણા મલિક મેચ ફિક્સીંગમાં ફસાયેલા પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આસિફ સાથે ડેટ કરી રહી હતી તેવા સમાચાર વહેતા થયા હતા. જો સમાચાર માધ્યમોની વાત માનીએ તો દોઢ વર્ષ સુધી આસિફ સાથે તે લીવ ઇન રિલેશનશીપમાં રહી હતી. તેને બાદ કરતા રીયાલીટી શોમાં પણ વીણાએ આસિફ સાથેના સંબંધની વાત કરી હતી.
વીણા એકમાત્ર એવી અભિનેત્રી નથી જેને ક્રિકેટર સાથે પ્રેમ કર્યો હોય, બોલીવૂડમાં એવી ઘણી અભિનેત્રી છે જે ક્રિકેટર સાથે પ્રેમમાં પડી ચુકી હોય અને તેના હુસ્ન વડે ક્રિકેટર બોલ્ડ થાય ચુક્યા હોય. આગળની તસવીર પર ક્લિક કરો અને જાણો કોણ છે તે અભિનેત્રી અને કોણ છે તે ક્રિકેટર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો