સફળ બિઝનેસમેન છે કેપ્ટન કૂલ ધોની, સાક્ષી કમાય છે કરોડો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં જ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ ઇન્ડિયન સુપર લીગમાં ટીમ ખરીદી છે. આ પહેલી વાર નથી કે મેદાનમાં રત્ન તરીકે સાબિત થયેલા આ ક્રિકેટર્સે બિઝનેસમાં હાથ જમાવ્યો હોય. આવા અનેક ભારતીય ક્રિકેટર્સ છે, જે સફળ બિઝનેસમેન પણ બન્યા છે.

મહેન્દ્ર સિંહ ધોની
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બિઝનેસમાં ખૂબ રૂચિ ધરાવે છે. વર્ષ 2012માં તેણે ગુડગાંવમાં પોતાનું પહેલું જીમ ખોલ્યું હતું. તે હજી પાંચ વર્ષમાં આ પ્રકારના 500જીમ ખોલવા માંગે છે. તે આ જીમને ‘સ્પોર્ટ્સફિટ’ના નામથી ખોલી રહ્યો છે. ‘સ્પોર્ટ્સ માર્કેટિંગ ફર્મ રીતિ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ’માં પણ ધોનીની ભાગીદારીને લઇને ઘણા વિવાદો થયા હતાં. નોંધનીય છે કે, આ ફર્મમાં તેની 15 ટકા ભાગીદારી છે. જોકે, પછી કંપનીએ કહ્યુ કે તે હવે શેરહોલ્ડર નથી રહ્યો.


‘સ્પોર્ટ્સ એન્ડ ફિટનેસ રિટેલર ફિટસોલ’ માં પણ ધોની પ્રમોટર છે અને તેમાં પણ ભાગીદારીને લઇન રૂચિ દર્શાવી ચૂક્યો છે. આ કંપની સ્પોર્ટ્સ એપૈરલ અને ફુટવેર તથા એક્સેસરીઝ બનાવે છે. ધોનીએ થોડી કંપનીઓમાં પોતાની પત્ની સાક્ષીનું નામ પણ સામેલ કર્યુ છે. ‘રીયલ એસ્ટેટ ફર્મ આમ્રપાલી’ની સાથે જોઇન્ટ વેન્ચરમાં સાક્ષીની 25 ટકાની ભાગીદારી છે. ધોનીની ‘સુપરસ્પોર્ટ્સ વર્લ્ડ ચેમ્પીયનશિપ’ ની પોતાની રેસિંગ ટીમ પણ છે. તેની આ બાઇક રેસિંગ ટીમનું નામ ‘માહી રેસિંગ’ છે.

આગળ વાંચો...બિઝનેસનાં વિષયમાં કોઇ રીતે પાછળ નથી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર