દુનિયાના 50% લોકોને હોય તેવી બીમારી થઈ શેરિલ ક્રોને!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
50 વર્ષીય શેરિલની આ પહેલા બ્રેસ્ટ કેન્સરની સર્જરી થઈ ચૂકી છે ગ્રેમી એવોર્ડ વિજેતા સિંગર શેરિલ ક્રો સામાન્ય બ્રેઇન ટ્યુમરથી પીડાય છે, જેને મેનિંગજિઓમા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ વિશે ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. 50 વર્ષીય શેરિલની આ પહેલા બ્રેસ્ટ કેન્સરની સર્જરી થઈ ચૂકી છે. આ વિશે વાત કરતા શેરિલે જણાવ્યું હતું, ‘જ્યારે મને MRI માટે લઈ જવામાં આવી ત્યારે મને સૌથી વધારે ચિંતા મારી યાદશક્તિ વિશે હતી. જો કે આ સાવ સામાન્ય ગાંઠ હતી, તેથી હવે મને જરાય ચિંતા નથી.’ પોતાની આ પરિસ્થિતિ વિશે ખુલાસો કરતા શેરિલે ઉમેર્યું હતું કે એક વખત તો તે સ્ટેજ પર પરફોર્મન્સ આપતી વખતે સોંગના શબ્દો પણ ભૂલી ગઈ હતી. તે ઉમેરે છે, ‘આપણાંમાંથી અડધોઅડધને મેનિંજિઓમાની તકલીફ હોય છે, પરંતુ જ્યાં સુધી તમે MRI ન કરાવો ત્યાં સુધી તેની સ્પષ્ટતા થઈ શકતી નથી. જો કે હવે મારી તબિયત એકદમ સુધારા પર છે.’