કેકેઆરની જીત પછી સામે આવી શાહરૂખની Secret Wish!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાગે છે કે શાહરૂખના જીવનમાં બ્રેક જેવા શબ્દ માટે જગ્યા જ નથી આઇપીએલમાં શાહરૂખની ટીમ કેકેઆરના ખૂબ વખાણ થયા. કિંગ ખાન આ બધુ જોઈને ખૂબ ખુશ છે. આઈપીએલ હવે પતી ગઈ છે, ત્યારે શાહરૂખ પોતાનું પગલું સ્પોર્ટ્સના મેદાનમાં આગળ વધારી રહ્યો છે. ન સમજ્યા? ખબર છે કે તે આઈલીગ ચેમ્પિયન ડેમ્પો એસસી (Dempo SC, the I-League champions) ટીમના 50 ટકા શેર ખરીદવા માંગે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ડીલ આવતા અઠવાડિયા સુધી ફાઇનલ થઈ જશે. આ વાતની ખાતરી ટીમના માલિક શ્રી નિવાસ ડેમ્પોએ પોતે આપી છે. એવું લાગી રહ્યું છે કે શાહરૂખે નક્કી કરી લીધું છે કે એક્ટિંગની દુનિયામાં પરચમ લહેરાવ્યા બાદ સ્પોર્ટ્સમાં પણ તેણે કિંગ બનવાનું છે, એટલે જ તો કોલકાતા નાઇટ રાઇડર્સની સહમાલિક પોતાની એન્ટરટેઇનમેન્ટ કંપની ‘રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ’ના બેનર નીચે સ્પોર્ટ્સ બિઝનેસ પણ ચલાવી રહ્યા છે. ખબર છે કે ડેમ્પો એસસી ટીમના શેર ખરીદવામાં એક ફૂટબોલ પ્રેમી પૂર્વ ક્રિકેટર પણ ઈચ્છુક છે. આ તો થઈ શાહરૂખના ખેલપ્રેમની વાતો. હવે અમુક વાતો તેની ફિલ્મી કરિયરની પણ કરીએ. શાહરૂખની એક નવી ફિલ્મ આવી રહી છે, તેમાં તેની સાથે હશે કેટરિના કૈફ. શાહરૂખે કહ્યું છે, ‘હું યશજીની ફિલ્મ માટે 30 દિવસના શૂટિંગ શેડ્યુલ પર પાછો આવી ચૂક્યો છું. અમે લંડનમાં પાછલા શેડિયુલમાં ખાસ્સુ કામ ખતમ કરી ચૂક્યા છીએ. આ સિવાય અમે 4-5 દિવસનું નાનકડુ શૂટિંગ મુંબઈમાં કર્યું હતું. બની શકે કે ફિલ્મનું અમુક શૂટિંગ લદાખ અને અન્ય દેશોમાં થયું હોય.