કરિશ્માએ ઝુંટવ્યો'તો બીજીનો વર અને આખરે તેણે પણ સહન કરવું પડ્યું આ દર્દ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરિશ્મા કપૂર અને તેનો પતિ સંજય કપૂર બે સંતાનો હોવા છતાં ડિવોર્સ તરફ આગળ વધી રહ્યા હોવાના સમાચાર સાંભળીને પહેલાં એ લાગણી થાય છે જે કરિશ્માએ બીજવર સંજય સાથે લગ્ન કરીને નંદિતા મહતાણીનો પતિ ઝુંટવી લીધો હતો એ જ કરિશ્માને આ દર્દમાંથી પસાર થવું પડે એવા સંજોગો ઉભા થયા છે.

સંજય કપૂરે ડિઝાઇન નંદિતા મહતાણી સાથે પહેલાં લગ્ન કર્યા હતા પણ આ લગ્ન લાંબુ ટકી શક્યા નહોતા. સંજય અને નંદિતા લંડનમાં સાથે ભણતા હતા ત્યારે તેમનું પ્રેમપ્રકરણ બે વર્ષ સુધી ચાલ્યું હતું. આખરે તેમણે લગ્ન કરીને સેટલ થઈ જવાનો નિર્ણય લીધો હતો. જોકે તેમના લગ્ન બહુ લાંબો સમય ટકી શક્યા નહોતા અને તેમના ડિવોર્સના દસ જ દિવસમાં સંજયે પછી કરિશ્મા કપૂર સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી.

કરિશ્મા પણ સંજયની પહેલી પત્નીની સારી મિત્ર હતી અને આની સામે સંજયને કોઈ જ વાંધો નહોતો. જોકે હવે ખબર પડી છે કે સંજય અને કરિશ્માના લગ્નમાં પણ તિરાડ પડી છે અને સંજયને સોશ્યાલાઇટ પ્રિયા સચદેવ સાથે લગ્નબાહ્ય સંબંધો છે.

સુખદ સમયના સંભારણા જેવી સંજય અને કરિશ્માની તસવીરો જોવા માટે કરો ક્લિક...