લાગે છે રિયાલીટી શો 'ખતરો કે ખિલાડી'ની ત્રીજી સિઝનમાં પોતાનો જલવો બતાવી ચુકેલી પ્રિયંકા ચોપડા 'ધૂમ' મચાવવાનો નિર્ણય કરી ચુકી છે. એટલે જ તો તેણે હાર્લે ડેવિડસન બાઈક ખરીદી લીધી છે. તમે બરાબર જ વિચારી રહ્યા છો અને સાચું જ વાંચી રહ્યા છો, હમણાં જ આવેલી ખબર અનુસાર પ્રિયંકાએ પોતાના માટે એક પિંક કલરની હાર્લે ડેવિડસન બાઈક ખરીદી લીધી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા તે એ સમયે સમાચારમાં આવી હતી જયારે
શાહરૂખ ખાનના બંગલા 'મન્નત'ની બાજુમાં નવો બંગલો ખરીદ્યો હતો અને વધુ એક વાર તે ચર્ચાનો વિષય બની ગઈ છે. બહુ જલ્દી જ પ્રિયંકા ચોપડા મુંબઈની સડકો પર પોતાની આ બાઈક દોડાવતી જોવા મળી શકે છે.
પ્રિયંકાને આ પહેલા ઘણી વાર બાઈક સાથે જોવા મળી ચુકી છે. ક્યારેક તે 'ખતરો કે ખિલાડી'માં સ્ટંટ કરતી જોવા મળી તો ક્યારેક કોઈ બાઈકનું પ્રમોશન કરતી જોવા મળી. એટલું જ નહીં વર્ષ 2012માં એવોર્ડ ફંક્શન દરમ્યાન પણ તે બાઈકથી શાનદાર એન્ટ્રી કરતી જોવા મળી હતી.
આગળની તસવીર પર ક્લિક કરો અને જુઓ પ્રિયંકા ચોપડાની એક ઝલક.....
નોંધ : ઉપર આપેલી તસવીર 'ખતરો કે ખિલાડી'ની છે, જેમાં તે બાઈક સ્ટંટ કરતી જોવા મળી હતી..