તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Prakash Jha Birthday Special, Bollywood Celebrities In Politics

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રકાશ ઝાની 'રાજનીતિ', બિગ બી-જયા અજમાવી ચુક્યા છે કિસ્મત!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડ ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર પ્રકાશ ઝા 61 વર્ષના થઇ ચુક્યા છે. તેમનો જન્મ 27 ફેબ્રુઆરી 1952એ બિહારના પશ્ચિમી ચંપારણમાં થયો હતો. પ્રકાશ ઝાને ખાસ કરીને પોલીટીકલ અને સોસીયલ-પોલીટીકલ ફિલ્મો બનાવવા માટે ઓળખવામાં આવે છે. 'દામુલ' (1984), 'મૃત્યુદંડ' (1997), 'ગંગાજલ' (2003), 'અપહરણ' (2005), 'રાજનીતિ' (2010), 'આરક્ષણ' (2011), 'ચક્રવ્યૂહ' (2012) અને 'સત્યાગ્રહ' (2013) જેવી ઘણી શાનદાર ફિલ્મોનું નિર્માણ તેમણે કર્યું છે.
ડોક્યુમેન્ટ્રી માટે મળી ચુક્યો છે નેશનલ ફિલ્મ એવોર્ડ :
પ્રકાશ ઝા ફિક્શન ફિલ્મ બનાવતા હતા તે પહેલા ડોક્યુમેન્ટ્રીનું નિર્માણ કરતા હતા. વર્ષ 1975માં તેમણે પહેલી ડોક્યુમેન્ટ્રી 'અંડર ધ બ્લૂ'નું નિર્માણ કર્યું હતું. તેના પછી, તેની બીજી ડોક્યુમેન્ટ્રી 'ફેસેસ આફટર સ્ટોર્મ' (1984) આવી, જે બિહાર દંગાઓ પર આધારિત હતી. જો કે, રિલીઝના 4-5 દિવસ પછી જ તેના પર રોક લગાવી દેવામાં આવી. તેમ છતાં આ ડોક્યુમેન્ટ્રીને એ વર્ષે નેશનલ ફિલ્મ એવોર્ડ (નોન ફીચર ફિલ્મ) પોતાના નામે કર્યો હતો.
'હિપ હિપ ફૂર્રે'થી ફીચર ફિલ્મોની શરૂઆત :
1984માં 'હિપ હિપ ફૂર્રે' નામની ફિલ્મથી પ્રકાશ ઝાએ ફીચર ફિલ્મોનું નિર્માણ શરૂ કર્યું. આ ફિલ્મમાં રાજકિરણ અને દીપ્તિ નવલ મુખ્ય ભૂમિકામાં હતા. ઉલ્લેખનીય છે કે મશહૂર ગીતકાર ગુલઝારે આ ફિલ્મની સ્ક્રીપ્ટ પણ લખી હતી. બીજા જ વર્ષે તેની બીજી ફિલ્મ 'દામુલ' રીલીઝ થઇ. ફિલ્મને સમીક્ષકોની ઘણી પ્રશંસા મળી. એટલું જ નહીં, બિહારના બન્ધુઆ પ્રથા પર આધારિત આ ફિલ્મને એ જ વર્ષે નેશનલ ફિલ્મ એવોર્ડ (બેસ્ટ ફીચર ફિલ્મ) અને ફિલ્મફેરનો બેસ્ટ મૂવી એવોર્ડ પોતાના નામે કર્યો હતો.
આગળ વાંચો પ્રકાશ ઝા લડી ચુક્યા છે લોકસભા ચૂંટણી અને બીજા પણ અનેક બોલિવૂડ સેલિબ્રિટી રાજનીતિમાં પોતાની કિસ્મત અજમાવી ચુક્યા છે તેની સંપૂર્ણ માહિતી એક ક્લિક પર...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો