તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીતુ બાળપણથી કરતી'તી કમાણી, આખી જિંદગી રાખી માતાને સાથે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

8 જુલાઇ, 1958ના દિવસે જન્મેલી નીતુ સિંહનો આજે જન્મદિવસ છે. નીતુ સિંહ આજે તો રિશી કપૂરની પત્ની અને રણબીર કપૂરની માતા તરીકે જાણીતી છે પણ તેણે પોતાની યુવાનીમાં એક્ટ્રેસ તરીકે સારી એવી સિદ્ધિ મેળવી છે. નીતુએ 8 વર્ષની વયે બેબી સોનિયાના નામથી બાળકલાકાર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી અને ‘દો કલિયાં’ ફિલ્મમાં તેણે કરેલા ડબલ રોલને સારી એવી લોકપ્રિયતા મળી હતી. બેબી સોનિયાની બીજી ફિલ્મોમાં ‘વારિસ’ અને ‘પવિત્ર પાપી’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. જોકે પછી નીતુએ 1972માં ‘રિક્ષાવાલા’માં હિરોઇન તરીકે બોલીવુડમાં કામ કરવાનું શરૂ કર્યું અને પછી 1980માં રિશી કપૂર સાથે લગ્ન કર્યા બાદ 1983માં બોલીવુડને 60 કરતા વધારે ફિલ્મોમાં કામ કર્યા બાદ અલવિદા કહી દીધું. નીતુ સિંહે બાળપણથી ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરીને કમાણી કરવાની શરૂઆત કરી દીધી હતી અને પિતાના અવસાન પછી માતાને પુરતો આર્થિક ટેકો આપ્યા પછી જ તેણે લગ્ન કર્યા હતા.

નીતુના જીવનની અજાણી વાતો જાણવા માટે કરો ક્લિક...