62 સુંદરીઓ બની ચુકી છે મિસ યુનિવર્સ, ભારતનું પણ રહ્યું છે પ્રભુત્વ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હમણાં જ પૂરી થયેલી મિસ યુનિવર્સ પ્રતિયોગીતામાં મિસ વેનેઝુઅલા ગૈબ્રિએલા ઇસલરે મિસ યુનિવર્સનો તાજ પોતાના નામે કર્યો. તે 85 સુંદરીઓને પછાડી બ્રહ્માંડ સુંદરી બની. આ વર્ષે આ પ્રતિયોગીતા રશિયાની રાજધાની મોસ્કોમાં યોજાઈ હતી.
શનિવારે 9 ડીસેમ્બરની રાતે ગયા વર્ષની મિસ યુનિવર્સ અમેરિકાની ઓલિવિયા કલ્પોએ તેને મિસ યુનિવર્સનો તાજ પહેરાવ્યો. 25 વર્ષની ગૈબ્રિએલા ઇસલર ટીવી એન્કર અને જાણીતી ડાન્સર છે.
મિસ યુનિવર્સ પ્રતિયોગીતા દુનિયાની 3 સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધાઓમાંની એક છે. આની શરૂઆત 1952માં કેલીફોર્નીયાની એક કંપની દ્વારા થઇ હતી. ત્યારથી લઇ અત્યાર સુધી દુનિયાની ઘણી સુંદરી આ ખિતાબ પોતાના નામે કરી ચુકી છે.
આજે અમે તમને એ તમામ ખુબસુરત હસીનાઓને મળાવી રહ્યા છીએ જે મિસ યુનિવર્સનો તાજ પોતાના શિરે પહેરી ચુકી છે.